Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:રજિસ્ટ્રેશન ફી કે લોકોની મર્યાદા વિના યોજાશે 25 દીકરીના સમૂહલગ્ન, 61 બટુકોની જનોઈ

    17 hours ago

    રાજકોટ ખાતે આગામી તા.10 મેને રવિવારના રોજ 150 ફૂટ રિંગ રોડ, શીતલ પાર્ક નજીક હરિઓમ ફોજ દ્વારા આયોજિત સમૂ લગ્ન તથા સમૂહ જનોઈનું આયોજન કરાયું છે. આ હરિઓમ ફોજ દ્વારા મુક્તાનંદ બાપુ ચાપરડા બ્રહ્માનંદધામના બ્રહ્મ ઋષિ છે જે મુક્તાનંદ બાપુના અવતરણ દિવસ તા.17 મે હોય જે નિમિત્તે એટલે કે તા.10 મેને રવિવાર સાંજે 4 વાગ્યે રાજકોટ ખાતે સમસ્ત બ્રહ્મસમાજના દીકરા-દીકરીઓના સમૂહલગ્ન તથા સમૂહ જનોઈ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભોપાલના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકોર, મુક્તાનંદ બાપુ તથા અન્ય કથાકારો રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આયોજકમાં હરિઓમ ફોજ એટલે સૌરાષ્ટ્ર ગુજરાતભરમાં બ્રહ્મ યુવાનોની એક સંગઠિત ટીમ છે. આ ટીમમાં કોઈ હોદ્દા નથી કોઈ પ્રસિદ્ધિ અપાવતા નામ નહિ. જે બ્રહ્મ સમાજના ગુજરાતના છેવાડાના ગામડાં સુધી એવા પરિવારને ઈમર્જન્સી જરૂરિયાત ઊભી થાય ત્યારે એ પરિવાર માટે સતત પ્રયત્નશીલ છે, જેમાં બ્રહ્મસમાજના પરિવારને કોઈ ઈમર્જન્સી ઊભી થાય આકસ્મિક બનાવો બને જ્યારે કોઈપણ પ્રકારની કાયદાકીય જરૂરિયાત ઊભી થાય ત્યારે આ 4000થી વધુ યુવાનો એકબીજા સાથે સંપર્કમાં રહી થતી તમામ મદદ એ પરિવારને કરે છે. 11મીથી આખા ગુજરાતમાં મહારક્તદાન કેમ્પ યોજાશે રવિવાર બાદ તા.11થી 17 મે ગુજરાતના સૌથી વધુ ગામોમાં બ્લડ કેમ્પ યોજાશે જ્યારે રાજકોટમાં રવિવારે જરૂરિયાતમંદ 25 દીકરીના લગ્ન તથા 61 બ્રહ્મ બટુકની જનોઈ યોજવામાં આવેલ છે. જે ભારતના બ્રહ્મસમાજના ઇતિહાસમાં પ્રથમ વખત આ મુજબનો કાર્યક્રમ થઈ રહ્યો છે. જેમાં આયોજકો દ્વારા સમૂહલગ્નમાં જોડાયેલ નવયુગલો તથા બટુકોની કોઈપણ પ્રકારની રજિસ્ટ્રેશન ફ્રી લેવામાં આવી નથી તથા મહેમાનોને લઈ આવવાની કોઈ પણ પ્રકારની મર્યાદા નહીં. આ ઉપરાંત ભૂદેવ દીકરીઓને કન્યાદાન કરિયાવરમાં સમાજ દ્વારા સોનાની ચૂડલી, ફ્રીઝ, ટીવી, ચાંદીના સાંકડા, ચાંદીના તુલસી ક્યારો વગેરે જીવનજરૂરિયાતની તમામ 125થી વધારે વસ્તુઓનો કરિયાવર આપવામાં આવશે. વિશેષ વાત તો એ છે કે, જ્ઞાતિની એવા દીકરી-દીકરાનો સમાવેશ કરાયો છે જેમાં બંનેમાંથી કોઇ એક ને માતા કે પિતા ન હોય, કોઇને શારીરિક ખોટ હોય અથવા અતિ જરૂરિયાતમંદની વ્યાખ્યામાં આવતા હોય.
    Click here to Read More
    Previous Article
    છેતરપીંડી:નફાની લાલચ આપી રત્નકલાકાર પાસેથી 21 લાખ, કાપડ વેપારી પાસેથી રૂ. 48 લાખ પડાવાયા
    Next Article
    ફરિયાદ:સરકારી અધિકારીની ઓળખ આપી શખ્સે મહિલા પર દુષ્કર્મ આચર્યું, વીડિયો પણ ઉતાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment