Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપીંડી:નફાની લાલચ આપી રત્નકલાકાર પાસેથી 21 લાખ, કાપડ વેપારી પાસેથી રૂ. 48 લાખ પડાવાયા

    18 hours ago

    શેરબજારમાં ઉંચો નફો અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરવાના બે અલગ-અલગ કિસ્સાઓ સામે આવ્યા છે. શરૂઆતમાં થોડી રકમ અથવા નફો પરત આપી વિશ્વાસ વધુ મજબૂત કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં લાખો રૂપિયા લઈને ઠાગાઠૈયા શરૂ કરી દીધા હતા. લાંબા સમય સુધી વાયદા કરવા છતાં રકમ પરત કરવામાં આવી ન હતી. અઠવાલાઈન્સ વિસ્તારમાં રત્નકલાકાર રાકેશ ચોડવડિયા સાથે 21.29 લાખ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આક્ષેપ છે કે આરોપી ગિરીશ પ્રજાપતિ અને તેના ભાગીદાર ધ્રુવિશ રાશિયા મિત્રતા કરી ઇનફિનિટી ફાયનાન્શિયલ સર્વિસીસ એલએલપી’’ ના નામે શેરબજારમાં રોકાણની લાલચ આપી હતી. પીડિત પાસેથી તબક્કાવાર રકમ લેવાઇ હતી અને તેના નામે ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવી ટ્રેડિંગ એકાઉન્ટ પણ ખોલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ માત્ર 6.23 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા, જ્યારે 15.06 લાખ રૂપિયા બાકી રાખ્યા હતા. લાંબા સમય સુધી વાયદા કરવા છતાં રકમ પરત ન મળતા પીડિતે ફરિયાદ નોંધાવી છે. 52 લાખમાંથી માત્ર 14 લાખ જ પરત કર્યા ખટોદરા વિસ્તારમાં કાપડ વેપારી વિકાસ લોહિયા પાસેથી રોકાણના નામે અંદાજે 48 લાખ રૂપિયા લઈ છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપી હરીશ ગોહિલે શેરબજારમાં સારો નફો અપાવવાનો ભરોસો આપી રકમ લીધી હતી. શરૂઆતમાં થોડો નફો પરત આપ્યો હતો, જેથી વિશ્વાસ વધ્યો હતો. ત્યારબાદ કુલ 52.14 લાખ રૂપિયાની દેવાદારીમાંથી માત્ર 14 લાખ રૂપિયા જ પરત કરવામાં આવ્યા હતા, જ્યારે 38.14 લાખ રૂપિયા અત્યાર સુધી પરત કરવામાં આવ્યા નથી. વારંવારની માંગણી છતાં રકમ ન મળતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દુર્ઘટના:નખત્રાણામાં 40 ફૂટ ઊંડી ખાળ ધસી પડી, બાઈક સાથે યુવાનનો બચાવ
    Next Article
    આયોજન:રજિસ્ટ્રેશન ફી કે લોકોની મર્યાદા વિના યોજાશે 25 દીકરીના સમૂહલગ્ન, 61 બટુકોની જનોઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment