Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ સ્ટેશને ભગત કી કોઠી-ચેન્નઈ સુપર એક્સપ્રેસ સ્ટોપેજ શરૂ:અમૃત ભારત યોજના હેઠળ 40 કરોડના ખર્ચે રાણી કી વાવના સ્ટોન સ્ટ્રક્ચરની થીમ પર આધુનિકીકરણ, માર્ચ સુધીમાં લોકાર્પણ

    11 hours ago

    પાટણ રેલવે સ્ટેશને લાંબા સમયની માંગણી બાદ ભગત કી કોઠી-ચેન્નઈ સુપરએક્સપ્રેસ ટ્રેનનો સ્ટોપેજ શરૂ કરવામાં આવ્યો છે. આજે સાંસદ સહિતના આગેવાનોના હસ્તે લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ સાથે, 40 કરોડથી વધુના ખર્ચે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પાટણ સ્ટેશનનું આધુનિકીકરણ પણ ચાલી રહ્યું છે. પાટણ રેલવે સ્ટેશન પર ચેન્નઈ સુપરએક્સપ્રેસ અને ભગત કી કોઠી ટ્રેનને રોકાણ આપવાની વિવિધ સંગઠનો અને કાર્યકર્તાઓની લાંબા સમયની માંગણીને ભારત સરકારે સ્વીકારી સ્ટોપેજ મંજૂર કર્યું છે. પહેલાં મીટરગેજ અને બાદમાં બ્રોડગેજ બનવા છતાં પાટણ સ્ટેશનનું મહત્વ મર્યાદિત હતું, પરંતુ સતત રજૂઆતોના પરિણામે અહીં રોકાતી ટ્રેનોની સંખ્યા વધીને 17 થઈ છે. ચેન્નઈ અને ભગત કી કોઠી વચ્ચે દોડતી આ 22 કોચની ટ્રેનમાં 2 સેકન્ડ એસી, 8 થર્ડ એસી, 4 જનરલ અને બાકીના સ્લીપર કોચ છે. આ સેવા કાપડ ઉદ્યોગ માટે જાણીતા સ્થળો જેવા કે વારંગલ, ખાનદેશ, સુરત, પાટણ અને ચેન્નઈને સાંકળીને ઔદ્યોગિક તેમજ સાંસ્કૃતિક કનેક્ટિવિટી પૂરી પાડશે. ગુજરાતમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકાસ પામી રહેલા 87 સ્ટેશનો પૈકી પાટણ સ્ટેશનનો 40કરોડથી વધુના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે.સ્ટેશનનું નિર્માણ પાટણની સંસ્કૃતિ અને રાણી કી વાવના સ્ટોન સ્ટ્રક્ચરની થીમ પર થઈ રહ્યું છે, જ્યાં સ્ટેશનની સામે વાવની પ્રતિકૃતિ અને વિશાળ રાષ્ટ્રધ્વજ મૂકાશે.મુસાફરોની સુવિધા માટે કલેક્ટર કચેરી અને પોલીસ કોલોની તરફ બીજી નવી એન્ટ્રી બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત,12મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ, એસી અને નોન-એસી વેટિંગ હોલ તેમજ સ્ટોલ્સ બનાવવામાં આવશે. આ સુવિધાઓ સાથેનું નવું સ્ટેશન વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં એટલે કે માર્ચ મહિના સુધીમાં પ્રજા માટે લોકાર્પિત કરવામાં આવશે. રેલવે સુવિધાઓના વિસ્તાર ભાગરૂપે રાધનપુર અને ચાણસ્મા રેલવે લાઇનનો સર્વે ચાલુ છે. આ ઉપરાંત, 100 વર્ષ જૂની માંગણી સમાન 3200 કરોડના ખર્ચે મહેસાણા, તારંગા, અંબાજી, આબુ રોડ રેલવે લાઇન મંજૂર કરવામાં આવી છે, જેનું તાજેતરમાં ટેસ્ટિંગ પણ પૂર્ણ થયું છે.આ લાઇનથી સમગ્ર વિસ્તારને સીધી રાષ્ટ્રીય કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. પાટણ સાંસદએ વધુ માં જણાવ્યું હતું કે આ વિસ્તારમાંની પ્રજાએ કોંગ્રેસના જગદીશ ઠાકોરને લોકસભામાં મોકલ્યા હતા. એમની સરકાર હતી, રેલવે રાજ્યમંત્રી પણ ગુજરાતના હતા ભરતસિંહ સોલંકી,પણ એ લોકોએ આ રેલવે લાઇન મંજૂર નહોતી કરી. પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા અને મેં નિયમ ઝીરો અવરમાં લોકસભામાં એ પ્રશ્ન ઉઠાવ્યો અને ₹3200 કરોડની રેલવે લાઇન મંજૂર થઈ. તાજેતરમાં એનું ટેસ્ટિંગ પણ થઈ ગયું.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશને લોકોપયોગી કાર્યક્રમો માટે બેઠક યોજી:દિવાળી રાશન કીટ, ચશ્મા વિતરણ સહિત અનેક નિર્ણયો લેવાયા
    Next Article
    વેરાવળમાં જાહેર જગ્યાએ જુગાર રમતા 7 ઝડપાયા:LCBએ કબ્રસ્તાન પાસે સિંધિ સ્કૂલ સામે રેડ કરી, ₹30,990 જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment