Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખખ્ખર પરિવાના ત્રણ સભ્યોનો સામુહિક આપઘાત કેસ:આર્થિક ભીંસથી કંટાળી PWDના નિવૃત કર્મચારીએ પત્ની અને પુત્ર સાથે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, વ્યાજખોરોના ત્રાસ અંગે પણ તપાસ શરૂ

    17 hours ago

    રાજકોટ શહેરમાં ગઈકાલે એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી સામુહિક આપઘાત કર્યો હતો. જેમાં શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલ અજંતા પાર્કમાં રહેતા ખખ્ખર પરિવારના દંપતીએ પુત્ર સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો અને આ બનાવ બાદ પ્રાથમિક દ્રષ્ટિએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસ દ્વારા મૃતક પિતા પુત્રની કોલ ડિટેઇલ મેળવવા માટે કાર્યવાહી કરી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો કે કેમ તે દિશામાં પણ યુનિવર્સીટી પોલીસે તપાસ તેજ કરી છે. રાજકોટ શહેર એસીપી આર.એસ.બારીઆએ જણાવ્યું હતું કે, રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્કમાં રહેતા દિલીપભાઈ નટવરભાઈ ખખ્ખર, તેમના પત્ની સ્મિતાબેન દિલીપભાઈ ખખ્ખર અને પુત્ર નિશિતભાઈ દિલીપભાઈ ખખ્ખરએ સેલફોસના ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો અને નિશિતના મિત્રએ આ અંગેની જાણ તેના મિત્રને કરતા મિત્ર દ્વારા નિશીતના પરિવારજનોને કરવામાં આવતા ત્રણેયને 108 મારફત એવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રથમ સ્મિતાબેન દિલીપભાઈ ખખ્ખરનું મોત થયું હતું અને થોડા કલાકો બાદ રાત્રીના સમયે પિતા-પુત્ર દિલીપભાઈ ખખ્ખર અને નિશિત દિલીપભાઈ ખખ્ખરનું પણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ યુનિવર્સીટી પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળ તેમજ હોસ્પિટલ દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી જો કે આ દરમિયાન પોલીસન કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી ન હતી પરંતુ એક સાથે એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરી લેતા ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવતા પોલીસે ત્રણેયના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં દિલીપભાઈ ખખ્ખર PWD વિભાગમાં ક્લાર્ક હતા અને છેલ્લા 12 વર્ષથી નિવૃત થઇ જતા નિવૃત જીવન ગાળતા હતા. તેમને સંતાનમાં બે દીકરા હતા જેમાં મોટા દીકરાનું વર્ષ 2018માં જ અવસાન થઇ ગયું હતું જયારે નેનો દીકરો નિશિત ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો જેનું પણ ગઈકાલે ટૂંકી સારવાર દરમિયાન માતા પિતા સાથે મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત નિશિતના બેન્ક ખાતામાં આપઘાત કર્યાના દિવસે એટલે કે ગઈકાલે રૂ.90,000 ક્રેડિટ થયા હતા આ રકમ કોણે અને ક્યાં કારણોસર ક્રેડિટ કરી હતી એ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નિશિત દ્વારા થોડા સમય પહેલા પણ મિત્રો પાસેથી રૂપિયાની લેતી દેતી કરવામાં આવી હતી અને પરિવાર આર્થિક ભીંસમાં પણ હતો. જો કે આ કેસમાં કોઈ વ્યાજખોરો દ્વારા પરિવારને હેરાન કરવામાં આવતા હતા કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે ઉપરાંત મૃતક દિલીપભાઈ અને પુત્ર નિશિતના મોબાઈલ ફોનની કોલ ડિટેઇલ અને તેમના મોબાઈલ ફોન રેકોર્ડિંગ અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં કોઈ કારણ સામે આવશે તો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો?':હાઈકોર્ટનો તપાસનો આદેશ, અરજદારે કહ્યું- ગોંડલમાં જયરાજસિંહ અને ગણેશની ધાક
    Next Article
    પ્રાણી-પક્ષીની હત્યા કરી ત્રિપુટીએ માંસ રાંધીને ખાધું:પિતા-પુત્ર સહિત ત્રણમાંથી એક પાલનપુરના આબુ રોડથી ઝડપાયો, આરોપી સેક્ટર-21 પોલીસના હવાલે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment