Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાણી-પક્ષીની હત્યા કરી ત્રિપુટીએ માંસ રાંધીને ખાધું:પિતા-પુત્ર સહિત ત્રણમાંથી એક પાલનપુરના આબુ રોડથી ઝડપાયો, આરોપી સેક્ટર-21 પોલીસના હવાલે

    16 घंटे पहले

    ગાંધીનગરના સેક્ટર-16 વિસ્તારમાં માર્ચ, 2026માં માત્ર જીભના ચટાકા અને માંસાહારનો ધૃણાસ્પદ શોખ પૂરો કરવા પ્રાણી અને પક્ષીની હત્યા કરતી એક ત્રિપુટીનો પર્દાફાશ થયો હતો. પિતા, પુત્ર અને સસરાની કુખ્યાત ત્રિપુટી આસપાસના વિસ્તારમાંથી બિલાડી, કબૂતર અને હોલા સહિતના અબોલ જીવોને ક્રૂરતાપૂર્વક પકડી લાવી તેમની હત્યા કરી તેનું માંસ રાંધીને જયાફત ઉડાવતી હતી. જે ગુનામાં નાસતા ફરતા મુખ્ય સૂત્રધારને લોકલ ક્રાઈમ બ્રાન્ચે આબુ રોડથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. NGOને પક્ષી, પ્રાણીના શિકારની માહિતી મળી હતી આ ઘટનાની વિગત મુજબ, રામ ચેરિટેબલ ટ્રસ્ટ નામના NGO સંચાલક અને જીવદયા પ્રેમી વિજય શર્માને માર્ચ મહિનામાં સેક્ટર-16ના છાપરા વિસ્તારમાં અબોલ જીવના શિકાર અંગેની ચોક્કસ માહિતી મળી હતી. આ બાતમીના આધારે જીવદયા પ્રેમીઓની ટીમ તપાસ અર્થે પહોંચી ત્યારે સ્થળ પરના દ્રશ્યો જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. આરોપીઓએ તપેલીમાં પક્ષીઓનું માંસ રાંધ્યું ત્યાં આરોપીઓ તપેલીમાં પક્ષીઓનું માંસ રાંધી રહ્યા હતા અને તેની આસપાસ જ લોહીવાળા અવશેષો અને પીંછા મળી આવ્યા હતા. જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક સેક્ટર-21 પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને રાંધેલા માંસની તપેલી સહિતના પુરાવા કબજે લીધા હતા. પશુ પ્રત્યેની ક્રૂરતા અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધાતા જ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મુખ્ય આરોપી પાલનપુર હોવાની બાતમી મળી દરમિયાન ગંભીર ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ચલાવવામાં આવતી ખાસ ઝુંબેશ હેઠળ LCBના પીઆઈ ડી.બી.વાળાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી રાજુ ઇન્દ્રરભાઇ પરમાર (ઉં.વ.22,રહે.તારાનગરના છાપરા,પાલનપુર, મૂળ રહે.સેક્ટર-16) પાલનપુરના આબુ રોડ સ્થિત નવી શાકમાર્કેટમાં મજૂરીકામ માટે જવાનો છે. આરોપી ઝડપાયો, શોખ માટે માંસ આરોગતા આ બાતમીના આધારે LCBની ટીમે દરોડો પાડી રાજુ પરમારને દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, તે પોતાના પિતા અને સસરા સાથે મળીને પોતાના શોખ માટે બિલાડી અને પક્ષીઓ પકડી લાવતો હતો અને તેમની હત્યા કરી ભોજન તરીકે આરોગતો હતો. જેને વધુ તપાસ અર્થે સેક્ટર-21 પોલીસને હવાલે કરી દેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    ખખ્ખર પરિવાના ત્રણ સભ્યોનો સામુહિક આપઘાત કેસ:આર્થિક ભીંસથી કંટાળી PWDના નિવૃત કર્મચારીએ પત્ની અને પુત્ર સાથે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, વ્યાજખોરોના ત્રાસ અંગે પણ તપાસ શરૂ
    Next Article
    ગોધરામાં રેલવે સ્ટેશન-સાતપુલ માર્ગના ભૂવાઓનું સમારકામ પૂર્ણ:સ્થાનિકોની રજૂઆતો બાદ નગરપાલિકાની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment