Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો?':હાઈકોર્ટનો તપાસનો આદેશ, અરજદારે કહ્યું- ગોંડલમાં જયરાજસિંહ અને ગણેશની ધાક

    18 hours ago

    રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહ અને તેનો પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી આ ફરિયાદની વધુ તપાસ CBI ને સોંપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ગત સુનવણીમાં હાઇકોર્ટે આ કેસના તમામ પેપર્સનો અભ્યાસ કરીને વધુ સુનવણી આજે રાખી હતી. આજે હાઇકોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે આ કેસમાં કેટલીક સ્પષ્ટતાઓની જરૂર છે. પહેલું કે શું શકમંદો અને મૃતક બંને આ ઘટના પહેલા એક બીજાને જાણતા હતા ? બીજું કે શકમંદો અને મૃતક વચ્ચે કોઈ દુશ્મનાવટ હતી ? ત્રીજું કે અરજદાર પિતા અને મૃતક પુત્ર બંને કેમ શકમંદોના ઘરમાં ગયા, ત્યાં શું થયું ? અને ચોથું કે મૃતક CCTV માં રોડ ઉપર નગ્ન કેમ ફરતો હતો ? શકમંદોના ઘરમાં શું થયું તે તપાસનો વિષય-સરકારી વકીલ સરકારી વકીલે કોર્ટના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે, શકમંદ અને મૃતક બંને એક બીજાને જાણતા નહોતા. શકમંદોના ઘરની બહાર અરજદાર પિતા અને પુત્ર ઝઘડો કરતા હતા. જેથી શકમંદોએ તેમને ઘરમાં બોલાવ્યા હતા, હવે શકમંદોના ઘરમાં શું થયું તે તપાસનો વિષય છે. પરંતુ ત્યારબાદ પિતા અને પુત્ર શકમંદોના ઘરની બહાર પણ નીકળ્યા હતા. NC ફરિયાદમાં આ બાબતે શકમંદો સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે. મૃતકના ઓરિજિનલ કપડાં ક્યાં ગયા તે વિશે સ્પષ્ટતા નથી- અરજદારના વકીલ અરજદારના વકીલે જણાવ્યું હતું કે, મૃતકના ઓરિજિનલ કપડાં ક્યાં ગયા તે વિશે સ્પષ્ટતા નથી. વળી ગોંડલમાં શકમંદો જયરાજસિંહ અને ગણેશ ગોંડલની એવી ધાક છે કે જો તેઓનો કોન્વોય જતો હોય અને કોઈ કઈ કહે તો તેન માર મારવામાં આવે છે. અગાઉ શકમંદો દ્વારા SC અને ST લોકો ઉપર અત્યાચાર ગુજારાયો છે. લોકો તેમની આંખમાં પણ જોઈ શકે તેમ નથી. આ મૃતક છોકરાએ કશું કહ્યું હશે એટલે શકમંદોનો અહમ ઘવાતા આ ઘટના બની હોય તેમ લાગી રહ્યું છે. મૃતક કયા સંજોગોમાં નગ્ન ફરતો હતો તે પ્રશ્ન છે?- કોર્ટ કોર્ટે કહ્યું હતું કે કયા સંજોગોમાં મૃતક નગ્ન ફરતો તે પ્રશ્ન છે અરજદારે જણાવ્યું હતું કે તે આવી અવસ્થામાં 52 કિલોમીટર કેવી રીતે ચાલ્યો હોય ! કોર્ટે કહ્યું હતું કે મૃતકના નગ્ન ફરવાના CCTV મુદ્દે તપાસનો રીપોર્ટ સાયલેન્ટ છે. તેથી સરકારી વકીલે કોર્ટને આ મુદ્દે Dysp દ્વારા તપાસ કરાવવાની ખાતરી આપી હતી. અરજદારના વકીલે આ સમયે મૃતકને ગુદામાં ઇજાનો પ્રશ્ન પણ ઉપાડ્યો હતો. વળી તેના ગાયબ થયાની ફરિયાદ નોધાઇ ત્યારે પોલીસે તેનું લોકેશન જૂનાગઢ હોવાનું કહ્યું હતું, તે વાત પણ ખોટી નીકળી. હાઈકોર્ટે રાજકુમાર જાટના નગ્ન ફરવા સંબંધે તપાસના આદેશ આપીને, રીપોર્ટ રજૂ કરવા સરકારી વકીલને કહ્યું છે. તેમજ વધુ સુનવણી 25 ઓગસ્ટે રાખી છે. પોલીસ તપાસ આકસ્મિક મોતનો રિપોર્ટ હાઇકોર્ટમાં અગાઉની સુનવણી મુજબ કેસની તપાસ રાજકોટ જિલ્લા બહારના અધિકારીને સોંપવા સંદર્ભે સરકારી વકીલે SP સુરેન્દ્રનગર પ્રેમસુખ ડેલુ અને Dysp જે.ડી.પુરોહિતનું નામ હાઇકોર્ટ સમક્ષ આપ્યું હતું. Dysp જાતે આ કેસમાં તપાસ કરી હતી. અરજદારે જણાવ્યું હતું કે મૃતક ગાયબ થયા પહેલા જયરાજસિંહના બંગલે તેને માર માર્યો હતો, બાદમાં તેની ડેડબોડી મળી હતી, તેના આકસ્મિક મૃત્યુ થયાની ફરિયાદ નોધાઇ હતી. SP પ્રેમસુખ ડેલુંની તપાસમાં પણ આ આકસ્મિક મૃત્યુ હોવાનો રીપોર્ટ આવ્યો છે. અરજદારના વકીલે આ પહેલા થયેલી સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, પોલીસ આરોપીના પ્રભાવમાં હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયત્ન કરી રહી છે. તેઓની માંગ CBI તપાસની છે. 2 માર્ચ, 2025ના રોજ આરોપીના ઘરમાં મૃતકને માર મરાયો હતો, તેના પિતાને પણ લાફા માર્યા હતા. તે રાતથી રાજકુમાર ગાયબ થયો હતો. બીજા દિવસે તેના ગુમ થયાની ફરિયાદ આપવામાં આવી હતી. તેને બ્લુ પેન્ટ અને ગ્રે ટીશર્ટ પહેર્યું હતું.તે CCTVમાં નગ્ન અને ત્યારબાદ બીજા કપડામાં દેખાય છે. વ્યક્તિ પોતાના ઘરથી દૂર એક જ રાતમાં 52 કિલોમીટર કેવી રીતે ચાલી શકે ? તેને પહેલા પહેરેલા કપડાં મળ્યા નથી. તેને નગ્ન ચાલવા મજબૂર કોને કર્યો ? તે નગ્ન ચાલતો હતો ત્યારે કેટલીક ગાડીઓ તેનો પીછો કરતી હતી. તેમને લાગે છે કે તેને મારીને લકઝરી સામે નાખી દેવાયો હતો. વળી તે ઘરેથી મોબાઈલ ફોન લીધા વગર ગયો હતો. અમુક બાબતોનો તાળો મળતો નથી. તેની ડેડ બોડી ઉપર 42 ઇજાના નિશાન હતા. લકઝરી સાથેના અકસ્માતમાં આવું કેમ બને ? તેના ગુદામાં ઇજા હતી, અમુક પ્રકારની ઇજાઓ માર મારવાથી થાય તેવી જ અકસ્માતમાં થાય નહીં. આરોપી સામેથી કહે અને પોલીસ નકામા પ્રશ્નો કરીને તેનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરી નાખે છે, વળી બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ એવું કારણ આપીને નથી કરાતો કે તેની ઉંમર 60 વર્ષ ઉપરની છે. સામે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે અરજદારે જે આક્ષેપ કર્યા છે તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવી છે. પહેલા મૃતકના પિતાએ તેના ગુમ થયાની ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહ્યા મુજબ મૃતક UPSCની તૈયારી કરતો હતો અને તામસી સ્વભાવનો હતો. બીજી NC ફરિયાદ તેના પિતા દ્વારા જ અપાઈ હતી. ત્રીજી ફરિયાદ ફુવાડવા રોડ પોલીસ મથકે આકસ્મિક મૃત્યુની નોધાઇ હતી.ગોંડલ પોલીસ મથકે નોંધાયેલી ખોવાયેલી વ્યક્તિની ફરિયાદથી રાજકુમારની બોડીની ઓળખ થઈ હતી. ખોવાયા અને NCની અલગ અને અકસ્માત મૃત્યુની અલગ તપાસ કરાઈ હતી. વળી હાઇકોર્ટમાં અરજી કરતા અરજદારના કહ્યા મુજબના ઓફિસરને ફેર તપાસ સોંપાઈ હતી. જેના રીપોર્ટ મુજબ આ આકસ્મિક મૃત્યુ જ છે. રાજકુમાર બનાવની રાત્રે એક આશ્રમમાં ગયો હતો. તેને ત્યાં ભોજન લીધું હતુ, આશ્રમના મહારાજનું નિવેદન લેવાયું છે. જે લકઝરી સાથે તેનો અકસ્માત થયો, તે સમયે તે લકઝરીના ડ્રાઈવરે માલિકને ફોન કર્યો કે કોઈ પ્રાણી લકઝરી સાથે અથડાયું હવે શું કરું ? આ લકઝરી માલિકના ફોનમાં રેકોર્ડિંગ થયેલું છે. તેની વોઇસ સ્પેકટ્રોગ્રાફી પણ થઈ જેમાં લક્ઝરી ચાલક અને તેના માલિકનો જ અવાજ છે. અકસ્માત કરનાર લકઝરી બસની FSL તપાસ કરાઈ હતી. જેની ઉપરથી હ્યુમન બ્લ્ડ પણ મળી આવ્યું છે, તે બાદમાં રિપેર થયાનું પણ જણાઈ આવ્યું છે. અકસ્માતની થિયરી એમનેમ નથી આવી. ત્રીજા એક વ્યક્તિએ ઘટના પહેલા 100 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી કે એક વ્યક્તિ રોડની વચ્ચોવચ ચાલે છે, જેનો અકસ્માત થઈ શકે તેમ છે. લોકલ ડોકટર અને પેનલ પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં પણ મૃતકને થયેલ તમામ ઇજાઓના કારણ અપાયા છે.
    Click here to Read More
    Previous Article
    બહેનને ઈન્સ્ટામાં મેસેજ કરતા મિત્રએ મિત્રનો જીવ લીધો:રાજકોટમાં ચા પીવાના બહાને બોલાવી યુવકને કલાક સુધી ઢોરમાર માર્યો; બેભાન થતા જ પિતરાઈની દુકાન બહાર ફેંકી છૂમંતર
    Next Article
    ખખ્ખર પરિવાના ત્રણ સભ્યોનો સામુહિક આપઘાત કેસ:આર્થિક ભીંસથી કંટાળી PWDના નિવૃત કર્મચારીએ પત્ની અને પુત્ર સાથે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, વ્યાજખોરોના ત્રાસ અંગે પણ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment