Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહેનને ઈન્સ્ટામાં મેસેજ કરતા મિત્રએ મિત્રનો જીવ લીધો:રાજકોટમાં ચા પીવાના બહાને બોલાવી યુવકને કલાક સુધી ઢોરમાર માર્યો; બેભાન થતા જ પિતરાઈની દુકાન બહાર ફેંકી છૂમંતર

    21 hours ago

    રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન હેઠળના રૂખડિયા પરા વિસ્તારમાં બહેનને ઇન્સ્ટાગ્રામ મેસેજ કર્યાના વિવાદમાં ભાઈએ પોતાના જ મિત્રની હત્યા કરી નાખી. મૃતકને ચા પીવાના બહાને ઘરેથી લઈ જઈ જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી અવાવરું જગ્યાએ એક કલાક સુધી ઢોરમાર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાની જાણ થતાં જ પ્રદ્યુમનનગર પોલીસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કામગીરી કરી ગણતરીની કલાકોમાં જ એક સગીર સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બહેનને મિત્રએ ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા ભાઈ રોષે ભરાયો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, 23 વર્ષીય મૃતક ઉમંગ રણજીતભાઈ જાખેલીયાને આરોપી નાઝીરના મોટા ભાઈ આશીફ સાથે ગાઢ મિત્રતા હતી. બંને સગા ભાઈની જેમ રહેતા હોવાથી એકબીજાના ઘરે મુક્તપણે અવરજવર પણ કરતા હતા. આ દરમિયાન ઉમંગ દ્વારા આશીફની બહેનને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને વાતચીત કરવામાં આવતી હોવાની જાણ નાઝીરને થઈ હતી. આ બાબતે ઉશ્કેરાઈને નાઝીરે ઉમંગની હત્યાનું ખૌફનાક ષડયંત્ર રચ્યું હતું. એક કલાક સુધી ધોકા-પાઈપ વડે માર માર્યો તે ચા પીવાના બહાને ઉમંગને ઘરેથી જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી અવાવરું ખંઢેર જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં નાઝીર અને તેના મિત્ર સુજલે ભેગા મળીને સતત એક કલાક સુધી ઉમંગ પર ધોકા-પાઈપ વડે બેફામ હુમલો કર્યો હતો. ત્યારબાદ નાઝીરે તેના મોટા ભાઈ આશીફ અને એક સગીરને ત્યાં બોલાવીને ઈજાગ્રસ્ત ઉમંગને ઘર પાસે મૂકી આવવા કહ્યું હતું, જેથી ગુનામાં મદદગારી કરવા બદલ પોલીસે આ બંનેની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હું કલરકામ માટે ઘરેથી નીકળ્યો ત્યારે ઉમંગ ઘરે હતો પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂખડીયા ફાટક પાસે વાયરલેસ ઓફિસની બાજુમાં રહેતા મૃતક ઉમંગના પિતા રણજીતભાઈ પુનાભાઈ જાખેલીયા (ઉં.વ.48)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું મારા પરિવાર સાથે રહું છું અને કલરકામની મજૂરીકામ કરું છું. મારે સંતાનમાં બે દીકરા તથા બે દીકરીઓ છે. ગઈકાલે તા.27.07.2026ના સવારનાં હું રેલ્વે હોસ્પિટલ રાજકોટ ખાતે કલર કામ કરવા ગયો હતો. મારો દીકરો ઉમંગ અને વિકાસ મારી સાથે કામ પર ગયા નહોતા અને ઘરે જ રોકાયેલા હતા. મિત્ર ચા પીવાના બહાને આરોપીએ બોલાવી લઈ ગયો હતો બપોરનાં 2.30 વાગ્યા આસપાસ પાડોશમાં રહેતો નાઝિર ઉર્ફે ઘેટી ઘરે આવી ઉમંગને ચા પીવાનું કહી ઘરેથી લઇ ગયો હતો. દરમ્યાન સાંજનાં 5 વાગ્યા આસપાસ અમારા વિસ્તારમાં જ રહેતો આસિફ તથા એક અજાણ્યો માણસ ઉમંગને તેના પિતરાઈ ભાઈની દુકાન પાસે સફેદ રંગના એકસેસ મોટર સાઇકલમાં લઈ આવીને ફેંકીને જતા રહ્યા હતા આ સમયે ઉમંગ બેભાન હાલતમાં હતો. જેથી, તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર મળે એ પહેલા દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. પોલીસે સગીર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાઝિર ઉર્ફે ઘેટી વાઘેરને ઝડપી પ્રદ્યુમનનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો, જયારે એક સગીર સહિત બાકીના ત્રણ આરોપી આશીફ ઉર્ફે ગુલામહુશેન સોસામણ અને સુજલ કાળું રામાવતને પ્રદ્યુમનનગર પોલીસે ઝડપી પાડી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કાશ્મીરમાં 50 ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકી:એમપી-રાજસ્થાનના 40 શ્રદ્ધાળુઓ સવાર હતા; અમરનાથ દર્શન પછી વૈષ્ણો દેવી માટે નીકળ્યા હતા
    Next Article
    'રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો?':હાઈકોર્ટનો તપાસનો આદેશ, અરજદારે કહ્યું- ગોંડલમાં જયરાજસિંહ અને ગણેશની ધાક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment