Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદર સેન્ટ્રલ જેલમાં બે મોબાઈલ અને સિમકાર્ડ મળી આવ્યા:અમદાવાદથી આવેલી ઝડતી સ્કવોડના સરપ્રાઇઝ ચેકિંગમાં બે કાચા કામના આરોપીઓ પાસેથી મોબાઇલ-સિમ ઝડપાયા, ગટરની PVC પાઇપમાં મોબાઈલ સંતાડ્યો હતો

    1 day ago

    વડોદરા મધ્યસ્થ જેલમાં અમદાવાદથી આવેલી ઝડતી સ્કવોડે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કાચા કાચા કામના આરોપીના ખિસ્સામાંથી સિમકાર્ડ મળ્યું હતું, તો તેની બાજુમાં બેઠેલા અન્ય આરોપીના પગ પાસેથી દોરીથી બાંધેલો મોબાઇલ મળી આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, એક મોબાઇલ જેલની ગટરની PVC પાઇપમાં છુપાવી રાખવામાં આવ્યો હતો. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 23 ઓગસ્ટના રોજ અમદાવાદથી આવેલી ઝપતી સ્કવોડ દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ. આ દરમિયાન જેલની અલગ-અલગ બેરેક અને યાર્ડમાં ઝડતી કરવામાં આવી હતી. સર્કલ વિભાગના યાર્ડ નં. 8ની બેરેક નં. 1માં કાચા આરોપી ગણેશ દેવેન્દ્રસિંહની અંગઝડતી લેતાં તેના શર્ટના ખિસ્સામાંથી સિમકાર્ડ મળી આવ્યું હતું, તેની બાજુમાં બેઠેલા કાચા આરોપી અજય સુનિલ મહિડાના જમણા પગ પાસે દોરીથી બાંધેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ઝપતી સ્કવોડની તપાસ દરમિયાન યાર્ડ નં. 11ની બેરેક નં. 4 પાછળ જનરલ સંડાસ-બાથરૂમ અને નવી ચાલીની વચ્ચે આવેલી ગટરની PVC પાઇપમાંથી પણ છુપાવેલો મોબાઇલ મળી આવ્યો હતો. બંને મોબાઇલ ફોન અને સિમકાર્ડ કબજે કરી વધુ તપાસ માટે FSLમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં છે. મોબાઇલનો ઉપયોગ કોણ કરતું હતું. મોબાઇલ જેલમાં કેવી રીતે પહોંચ્યા અને તેને પહોંચાડવામાં કોઈની મદદ હતી કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જેલ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુરમાં કોંગ્રેસના આગેવાનો AAPમાં જોડાયા:ધારાસભ્ય હેમંતભાઈ ખવાની હાજરીમાં પાર્ટીમાં પ્રવેશ કર્યો
    Next Article
    રશિયન રાષ્ટ્રપતિ પુતિન સપ્ટેમ્બરમાં ભારત આવી શકે છે:કહ્યું- મોદી સાથે મુલાકાત ટૂંક સમયમાં; જયશંકરે રશિયા પહોંચીને બ્રિક્સનું આમંત્રણ આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment