Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં માર્ગ સલામતી અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક:અનધિકૃત રીતે ડિવાઈડર તોડનારા સામે કડક કાર્યવાહીની સૂચના; હાઈવે પર ગેરકાયદે કટ દૂર કરવા રજૂઆત

    6 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને તહેવારોના દિવસોમાં વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર જિતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને સેફ્ટી ટાસ્કફોર્સની ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માર્ગ સલામતીને લગતી વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરીને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અમલીકરણ માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ડિવાઈડર તોડનારા સામે કાનૂની કાર્યવાહીના આદેશ બેઠક દરમિયાન ખાસ કરીને વેરાવળ-સોમનાથ નેશનલ હાઈવે પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર ડિવાઈડર તોડી પાડવામાં આવતા હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો હતો. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને કલેક્ટર જિતેન્દ્રસિંહ વાઘેલાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધિકારીઓને અનધિકૃત રીતે ડિવાઈડર તોડનારા ઈસમો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ સાથે જ હાઈવે પરના ગેરકાયદે કટ બંધ કરવા અને ભારે વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ અટકાવવા પણ જણાવાયું હતું. રોડ એન્જિનિયરિંગ અને બ્લેકસ્પોટ સુધારણા પર ભાર કલેક્ટરે માર્ગો પર ચાલતાં સમારકામ દરમિયાન વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટનો અસરકારક અમલ કરવા અને રસ્તા પરના ખાડા પૂરતી વખતે યોગ્ય બેરિકેડિંગ તથા ભયસૂચક બોર્ડ લગાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત, જિલ્લાના જાણીતા બ્લેકસ્પોટ્સ અને જોખમી વળાંકો પર ટ્રાફિક પોલીસનો જરૂરી બંદોબસ્ત ગોઠવવા તેમજ ઓવર સ્પીડિંગ, હેલ્મેટ-સીટબેલ્ટના ભંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગ સામે ઝુંબેશ ચલાવવા આદેશ કરાયા હતા. ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજન આગામી તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી સેવાઓ માટે વધારાની 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઊભી કરવા આરોગ્ય વિભાગને સૂચના અપાઈ હતી. આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી જે.વી. કાકડિયા, અજય શામળા, નાયબ પોલીસ અધિક્ષક સી.પી. ખટાણા તેમજ આર.ટી.ઓ., એસ.ટી., અને માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોપાલ નમકીનના જૂના વેરહાઉસમાં આગ:રાજકોટમાં લોધીકાના રાવકી ગામે PVC પ્લાસ્ટિકની કંપનીમાં આગથી અફરાતફરી, બંને આગમાં જાનહાનિ નહીં
    Next Article
    Uttarakhand News | ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો | Uttarkashi | Accident| Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment