Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં જન્માષ્ટમી મેળામાં નકલી PSI ઝડપાયો:ગાંધીનગર S.I.T.ના PSIનું બનાવટી કાર્ડ મળ્યું ; ઘોઘારોડ પોલીસે ભુંભલીના શખ્સ સામે ગુનો નોંધ્યો

    10 hours ago

    ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં નકલી પોલીસ આઈ-કાર્ડ સાથે ફરતા એક શખ્સને ઘોઘારોડ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ગાંધીનગર S.I.T.ના PSI તરીકેનું નકલી આઈડી કાર્ડ મળી આવ્યું હતું. પોલીસે બનાવટી કાર્ડ કબજે કરી ભુંભલીના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે નકલી પોલીસ ઝડપાયો ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જવાહર મેદાનના લોકમેળામાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ નકલી પોલીસ આઈ-કાર્ડ સાથે મેળામાં ફરે છે અને જુદી જુદી રાઈડોમાં બેસીને મજા માણે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જગદીશ ડાહ્યાભાઈ મકવાણા નામના શખ્સને ઝડપી લીધો હતો. ગાંધીનગર S.I.T.નું નકલી કાર્ડ મળ્યું પોલીસે ઝડપાયેલા શખ્સની તલાશી લેતાં તેની પાસેથી મોબીન ઈકબાલભાઈ સોડાગર નામનું 'ગુજરાત પોલીસ' ગાંધીનગર S.I.T.ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈ-કાર્ડ મળી આવ્યું હતું. રાજ્ય સેવકના ખોટા હોદ્દા તેમજ નામનો દુરુપયોગ કરીને નકલી આઈડી કાર્ડ સાથે મેળામાં ફરતા આ રત્નકલાકારની પોલ ખુલી ગઈ હતી. પોલીસે BNS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો ઘોઘારોડ પોલીસે નકલી આઈ-કાર્ડ કબજે કરીને ભુંભલી રામપર ગામના રહેવાસી જગદીશ મકવાણા સામે BNS એક્ટ 204 મુજબ ગુનો દાખલ કર્યો છે. નકલી આઈ-કાર્ડ ક્યાંથી બનાવડાવ્યું હતું અને અગાઉ તેનો કોઈ ગુનાહિત ઉપયોગ કર્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં આગ, DRONE VIDEO:6ઠ્ઠા માળે લાગેલી આગ નીચે ફેલાઈ, 17થી વધુ દુકાનો બળીને ખાખ; 1 ફાયરકર્મીને ઈજા
    Next Article
    DDO હિરેન બારોટે પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી:દર્દીઓ સાથે વાતચીત કરી સારવાર-સુવિધાઓ ચકાસી, સ્ટાફને જરૂરી સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment