Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દારૂ બંધ ન થાય, કંટ્રોલ કરી શકાય, કોઈપણ સરકાર આવે':ઢસાના PSI જી.ડી. આહીરનું નિવેદન, DYSPએ કહ્યું-તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી લીવ રિઝર્વમાં મૂક્યા છે

    8 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનના PSI જી.ડી. આહીરનો કથિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વાયરલ વીડિયોમાં PSI જી.ડી. આહીર એવું કહેતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દારૂ ક્યારેય બંધ ન થાય, તેને કંટ્રોલ કરી શકાય. કોઈપણ સરકાર આવે, પરંતુ દારૂ ક્યારેય બંધ ન થાય.” આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ વિભાગમાં પણ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સાયબર અવેરનેસ કાર્યક્રમમાં ગ્રામજનોએ કરી હતી રજૂઆત મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં જલાલપુર ગામની પ્રાથમિક શાળામાં સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગામના લોકોએ ગામમાં દારૂના વેચાણ અંગે ઢસા પોલીસ સ્ટેશનના PSI જી.ડી. આહીર સમક્ષ રજૂઆત કરી હતી. આ જ સમયનો હોવાનો દાવો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રામજનોની રજૂઆત અને PSIના કથિત નિવેદનને લઈને સમગ્ર મામલે વિવાદ ઊભો થયો છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી PSIને લીવ રિઝર્વમાં મૂકાયા વાયરલ વીડિયો અને ગ્રામજનોની રજૂઆતના સંદર્ભમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે તપાસ અધિકારી અને DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઢસા પોલીસ સ્ટેશનના PSI જી.ડી. આહીરને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. બુટલેગરો સામે 76થી વધુ વખત રેડ કર્યાનો પોલીસનો દાવો બીજી તરફ, પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જલાલપુર ગામના પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગરો સામે અત્યાર સુધીમાં 76થી વધુ વખત રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ત્રણ શખ્સોને ભૂતકાળમાં તડીપાર કરવામાં આવ્યા હોવાનું અને તેમની સામે 27થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ તરફથી જણાવાયું છે. તપાસના અંતે સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે એક તરફ પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ PSIના કથિત નિવેદનનો વીડિયો વાયરલ થતાં સવાલો ઊભા થયા છે. હાલ વાયરલ વીડિયો અને ગ્રામજનોની રજૂઆતના આધારે તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    100મી ફર્સ્ટ ક્લાસ મેચ નિમિત્તે BCA દ્વારા ભાર્ગવ ભટ્ટનું સન્માન:પોતાની ક્રિકેટયાત્રાને યાદ કરતાં ભાર્ગવ ભટ્ટ ભાવુક થયા, પરિવાર, સાથી ખેલાડીઓ અને બરોડા ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો
    Next Article
    મેમદપુરમાં જૂથ અથડામણ:નવરાત્રીમાં જૂની અદાવત અને પત્ની સામે જોવા બાબતે બબાલ, સામસામે 20થી વધુ સામે સાંથલ પોલીસમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment