Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મનપાના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં 20 વર્ષીય યુવતીનું મોત:સ્વિમિંગ સીખવા દરમિયાન બની ઘટના, હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કરી

    8 hours ago

    વાપીના ચલા વિસ્તારમાં ગુરુકુળ પાસે આવેલા મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં બુધવારે દમણ વિસ્તારમાં રહેતી એક યુવતીનું ડૂબી જવાથી મોત થયું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ યુવતી સ્વિમિંગ સીખવા માટે આવી હતી અને પુલમાં ગઈ હતી, દરમિયાન અચાનક પાણીમાં ડૂબી જતા ઘટનાસ્થળે હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. લોકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડી યુવતી પાણીમાં ડૂબી જતાં સ્વિમિંગ પુલ પર હાજર લોકોએ તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં યુવતીના માતા-પિતા પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી ઘટનાની માહિતી મળતાં વાપી ટાઉન પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ સ્વિમિંગ પુલ પર હાજર અન્ય તરવૈયાઓ તેમજ ઘટનાસમયે ત્યાં હાજર લોકોના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા વ્યવસ્થા અંગે પણ તપાસ યુવતી કયા સંજોગોમાં પાણીમાં ડૂબી હતી તેમજ ઘટનાસમયે સ્વિમિંગ પુલમાં સુરક્ષાની કેવી વ્યવસ્થા હતી તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ઘટનામાં કોઈની બેદરકારી હતી કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં નાસ્તાની લારીની આડમાં ડ્રગ્સનો વેપલો:સુરત ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખનો પુત્ર ફરી MD ડ્રગ્સ સાથે ઝડપાયો, બે વર્ષ પહેલા પણ 35 લાખનું ડ્રગ્સ મંગાવતા SOGએ દબોચ્યો હતો
    Next Article
    શહેરમાં ATM બદલીને ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ:મદદ કરવાના બહાને નજર ચૂકવી કાર્ડ બદલતા અને પીન મેળવી લેતા, 100થી વધુ CCTV સ્કેન કરી 2 ગઠિયા ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment