Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિસફાયરિંગ કેસમાં PSIના સસ્પેન્શનની તૈયારીઓ:પી. એચ. મકવાણાને તાત્કાલિક અસરથી બદલી કરી હેડક્વાર્ટરમાં મુકાયા, ઈજાગ્રસ્ત અરવિંદભાઈ હજુ પણ સારવાર હેઠળ

    1 day ago

    સુરતના નાના વરાછા વિસ્તારમાં પોલીસ ચોકીમાં સર્વિસ પિસ્ટલમાંથી થયેલા મિસફાયરિંગ કેસમાં આખરે ખાતાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સર્વિસ રિવોલ્વરમાંથી છૂટેલી ગોળીએ 130 ફૂટ દૂર ઉભેલા નિર્દોષ લારીવાળાને વીંધી નાખવાની ગંભીર ઘટના બાદ વિવાદમાં આવેલા PSI પી. એચ. મકવાણાની તાત્કાલિક અસરથી હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. આ મામલે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને રિપોર્ટ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. પાણીના જગ સાથે અથડાઈ ગોળી સીધી પેટની આરપાર નીકળી નાના વરાછા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSI પી.એચ.મકવાણા પોતાની લોડેડ 9 mm સરકારી ગ્લોક પિસ્ટલ સંભાળી રહ્યા હતા ત્યારે અચાનક ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ દરમિયાન એક ગોળી ચોકીમાં મુકેલા 5 લિટરના પાણીના જગ સાથે અથડાઈને બહાર નીકળી ગઈ હતી અને આશરે 125થી 130 ફૂટ દૂર લારી ચલાવતા 45 વર્ષીય અરવિંદભાઈ અંબુભાઈ પટેલના પેટની આરપાર નીકળી ગઈ હતી. ઘટનાને પગલે લોહીલુહાણ હાલતમાં અરવિંદભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેઓ હજુ પણ સારવાર હેઠળ છે. બીજી ગોળી બેરલમાં ફસાઈ, FSL રિપોર્ટની રાહ ચોકાવનારી વિગત એ પણ સામે આવી છે કે પિસ્ટલમાંથી એક ગોળી છૂટ્યા બાદ બીજી ગોળી પિસ્ટલના બેરલમાં જ ફસાઈ ગઈ હતી. ફાયરિંગ કોઈ ટેકનિકલ ખામીથી થયું કે પછી ઘોર બેદરકારીના કારણે થયું તે ચોક્કસ કારણ જાણવા માટે હથિયારને તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ, ખાતાકીય તપાસ તેજ નિર્દોષ નાગરિકનો જીવ જોખમમાં મુકનાર PSI મકવાણા વિરુદ્ધ પોલીસે આર્મ્સ એક્ટની કલમ 125 (B) હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર મામલાની ખાતાકીય ઇન્ક્વાયરીના આદેશ આપ્યા છે. પ્રાથમિક પગલાં રૂપે PSIની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ તેમના સસ્પેન્શનનો ઓર્ડર બહાર પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ પણ વાંચો:સુરત PSI મિસફાયરિંગ કેસમાં પિસ્ટલમાં 2 ગોળી હતી
    Click here to Read More
    Previous Article
    શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સૈનિકો માટે રાખડીઓ બનાવી:યુવા ફાઉન્ડેશનના અભિયાન હેઠળ દેશભક્તિનો સંદેશ પહોંચાડ્યો
    Next Article
    ખાંડ બાદ હવે ડુંગળી મોંઘી:સુરત APMCમાં 35ને બદલે માંડ 20 ટ્રક આવક, 1 મહિનામાં મણનો ભાવ 600થી વધીને 1000 થયો,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment