Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્સ્ટાગ્રામ પર સગીરાને ફસાવી દુષ્કર્મ આચર્યું:ફોટા વાયરલ કરવાની ધમકી આપી ₹45.06 લાખ પડાવ્યા; ડુંગરીના ધુવિલ પટેલની ધરપકડ

    10 hours ago

    સોશિયલ મીડિયાના વધતા દુરુપયોગ વચ્ચે વલસાડના ડુંગરી વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર સગીરાને પ્રેમજાળમાં ફસાવી, તેની સાથે દુષ્કર્મ આચરવા અને અંગત પળોના ફોટા વાયરल કરવાની ધમકી આપીને રૂ.45.06 લાખથી વધુની મત્તા પડાવી લેવાના મામલે ડુંગરી પોલીસે આરોપી ધુવિલ પટેલની ધરપકડ કરી છે અને તેને મંગળવાર સુધીના રિમાન્ડ પર મેળવ્યો છે. ઇન્સ્ટાગ્રામથી મિત્રતા અને દુષ્કર્મ પોલીસ ફરિયાદ અનુસાર, આરોપી ધુવિલે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી 17 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી હતી અને તેને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ આરોપી સગીરાને વલસાડના તિથલ રોડ પર આવેલી આમંત્રણા હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ગુપ્ત રીતે અંગત પળોના ફોટા પાડી લીધા હતા. બ્લેકમેઇલિંગ અને લાખોની ઉચાપત આરોપીને શેરબજારમાં મોટું નુકસાન થયું હતું, જેના કારણે તેણે સગીરાને તેના અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને પરિવારજનોને મોકલીને બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. સતત ડર અને બદનામીના આતંક હેઠળ સગીરાએ ઘરના કબાટમાંથી અલગ-અલગ સમયે રોકડ રકમ તેમજ સોનાના દાગીના કાઢીને આરોપીને સોંપ્યા હતા. ઘરના રેનોવેશન દરમિયાન ભાંડો ફૂટ્યો ઘરમાં રેનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન બેડરૂમના કબાટમાંથી રોકડ અને કિંમતી દાગીના ગાયબ હોવાનું પરિવારના ધ્યાનમાં આવ્યું હતું. પરિવારે આ અંગે કડક પૂછપરછ કરતાં સગીરાએ ડરતા-ડરતા આખી હકીકત જણાવી હતી, જેના કારણે પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા. આ મામલે સગીરાની માતાએ ડુંગરી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. કુલ રૂ.45,06,728ની મત્તા પડાવી આરોપીએ સગીરા પાસેથી વિવિધ મત્તા બળજબરીથી પડાવી હોવાનું પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ થયું છે: રોકડ રકમ: રૂ. 2,61,000 સોનાના દાગીના: 32.4 તોલા (અંદાજિત કિંમત રૂ. 43,48,728) કુલ મત્તા: રૂ. 45,06,728 વલસાડ વિભાગના પોલીસ અધિક્ષક એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ ડુંગરી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આરોપીના કબજામાંથી સોના અને રોકડની રિકવરી તેમજ ગુનામાં વપરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાત:PSI ની પરીક્ષામાં નાપાસ યુવાનનું ઝેરી દવા પી જતા સારવારમાં મોત, લૂંટ - હત્યાના પ્રયાસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર
    Next Article
    16 अक्टूबर को तिरंगा मार्च, दीपके ने किया ऐलान, नगरपालिका ने लगा दिया प्रतिबंध

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment