Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટે પાટડી નગરપાલિકા પાસે તોડફોડના પુરાવા માંગ્યા:13 દુકાનો અને ગોડાઉન તોડવાના પુરાવા 4 નવેમ્બર સુધી રજૂ કરવા આદેશ

    8 hours ago

    પાટડી નગરપાલિકાએ 12 સપ્ટેમ્બરે કબ્રસ્તાન બહારની 13 દુકાનો અને એક ગોડાઉન તોડી પાડ્યાં હતાં. આ કાર્યવાહી સામે અરજદારોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. શુક્રવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નગરપાલિકા પાસે તોડફોડના પુરાવા માંગ્યા અને 4 નવેમ્બર સુધી રજૂ કરવા કહ્યું. નગરપાલિકાએ અગાઉ દબાણ હટાવવાની નોટિસ આપી હતી. ત્યારબાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ હતી. ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ અને નાયબ કાર્યપાલક ઇજનેર હાજર રહ્યા હતા. નગરપાલિકાના જણાવ્યા મુજબ, સર્વે નંબર 541/1 અને 541/2ની જમીન પર કબ્રસ્તાન બહાર આવેલી દુકાનો ગેરકાયદે હતી. ત્યાં વ્યાપારી પ્રવૃત્તિઓ ચાલતી હતી અને દુકાનો ભાડે અપાતી હતી અથવા ધંધા માટે વપરાતી હતી. આ કારણોસર દબાણ દૂર કરાયું હતું. દુકાનો તોડાયા બાદ સંબંધિત લોકોએ નગરપાલિકા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. અરજદારના વકીલે કહ્યું કે પાટડીના ઇન્દિરાનગરમાં 200 વર્ષ જૂનું વક્ફ છે, જે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડમાં નોંધાયેલું છે. વકીલના જણાવ્યા મુજબ, વક્ફની હદમાં આવેલી દુકાનો માટે નગરપાલિકા વર્ષોથી વેરો લેતી હતી અને તેને વક્ફ મિલકત તરીકે ઓળખાવતી હતી. 8 સપ્ટેમ્બર 2026ના રોજ નોટિસ આપીને ત્રણ દિવસમાં દુકાનો તોડવા જણાવાયું હતું. અરજદારોએ 10 સપ્ટેમ્બરે તેનો જવાબ આપ્યો હતો. વકીલે વધુમાં કહ્યું કે 12 સપ્ટેમ્બરે પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીથી દુકાનો તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ 22 ઓક્ટોબર 2026ના રોજ નગરપાલિકાએ ફરી નોટિસ આપી હતી. તેમાં તોડફોડના ખર્ચ પેટે રૂ. 5,41,000 માંગવામાં આવ્યા હતા અને દુકાનો સિવાયનું કોઈ બાંધકામ હોય તો સાત દિવસમાં દૂર કરવા જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    2500 અગરિયા પરિવારોને આવાસ મળશે:₹25 કરોડના ખર્ચે સોલાર પેનલ અને પાણીની ટાંકી સાથે પોર્ટેબલ ઘર અપાશે
    Next Article
    રાજકોટમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાત:PSI ની પરીક્ષામાં નાપાસ યુવાનનું ઝેરી દવા પી જતા સારવારમાં મોત, લૂંટ - હત્યાના પ્રયાસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment