Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PSIના ઘરને જ તસ્કરોએ નિશાન બનાવ્યું:દિવાળીની રજામાં પરિવાર સાથે બહારગામ ગયેલા જી.ડી. પરમારના ઘરમાંથી 4.50 લાખની મતા ચોરી

    10 hours ago

    તહેવારોની સિઝનમાં જ્યારે સામાન્ય નાગરિકો પરિવાર સાથે બહારગામ જાય છે, ત્યારે તેમના ઘરની સુરક્ષાની જવાબદારી પોલીસના શિરે હોય છે. પરંતુ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લોકોની સુરક્ષા કરનાર ખુદ એક પોલીસ અધિકારી (PSI)ના ઘરે જ ચોરી થઈ છે. દિવાળીની રજાઓ માણવા પરિવાર સાથે બહારગામ ગયેલા PSI જી.ડી. પરમારના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી 6 તોલા સોનાના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે રૂ. 4.50 લાખની મતા પર હાથ સાફ કર્યો છે. ખેતરના રસ્તે આવી બારી અને મુખ્ય લોક તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા સમગ્ર ઘટનાની વિગત મુજબ, જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી રંગરાગ રેસીડેન્સીના સાકાર બિલ્ડિંગના 2જા માળે PSI જી.ડી. પરમાર પરિવાર સાથે રહે છે. દિવાળી વેકેશન હોવાથી તેઓ પરિવાર સાથે બહારગામ ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી મધરાતે 3 વાગ્યાના અરસામાં 3થી 4 જેટલા તસ્કરો બિલ્ડિંગની બાજુમાં આવેલા ખેતરના રસ્તે કેમ્પસમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ બિલ્ડિંગની ફેન્સિંગ તોડી અંદર ઘૂસ્યા બાદ બારી અને ઘરના મુખ્ય દરવાજાનું લોક તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરો CCTV કેમેરામાં કેદ, જહાંગીરપુરા પોલીસે તપાસ તેજ કરી ચોરીની આ ઘટનામાં તસ્કરો ઘરમાંથી 6 તોલા સોનાના દાગીના અને રોકડ મળી કુલ 4.50 લાખ રૂપિયાની માલમતા ચોરીને નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જહાંગીરપુરા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ આ સમગ્ર ચોરીની ઘટના અને 4 જેટલા તસ્કરોની હલચલ સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    લંડનના કુમકુમ મંદિરમાં અન્નકૂટ ધરાવાયો:નૂતન વર્ષના દિવસે સત્સંગ સભા યોજાઈ; હરિભક્તો અને મહિલાઓએ જાતે વાનગીઓ બનાવી
    Next Article
    વડનગરના ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’માં CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા:હાટકેશ્વર મહાદેવના દર્શન કરી રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment