Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન’:ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે ખાદી હાટમાંથી વસ્ત્રો ખરીદ્યાં, ડિજિટલ પેમેન્ટથી કારીગરોને આર્થિક આધાર આપવાનો સંદેશ

    1 week ago

    ગાંધી જયંતિના પવિત્ર અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ખાદી ગ્રામોદ્યોગ હાટની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન’ ના મંત્રને સાકાર કરવાના હેતુથી તેમણે ખાદીના વિવિધ વસ્ત્રોની ખરીદી કરી નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા બાદ ગાંધીનગર પહોંચી તેમણે આ ખરીદી કરી હતી. ડિજિટલ પેમેન્ટ કરી સ્વદેશી અને ડિજિટલ મિશનને વેગ આપ્યો મુખ્યમંત્રીએ ખાદી વસ્ત્રોની ખરીદી બાદ તેનું ચૂકવણું ડિજિટલ ટ્રાન્ઝેક્શન મારફતે કર્યું હતું, જેના દ્વારા તેમણે વડાપ્રધાનના ‘ડિજિટલ ભારત’ અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. ખાદીની ખરીદી માત્ર સ્વદેશીને વેગ નથી આપતી, પરંતુ ગ્રામોદ્યોગ અને વણાટકામ સાથે સંકળાયેલા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક આધાર અને રોજગારી પૂરી પાડવાનું મહત્વનું સાધન બને છે. પદાધિકારીઓની ઉપસ્થિતિ અને અભિયાનને બળ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળથી જ ખાદીના ઉપયોગને પ્રોત્સાહન આપવાની પરંપરા રહી છે, જેને વર્તમાન મુખ્યમંત્રી આગળ ધપાવી રહ્યા છે. આ પ્રસંગે રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ અને આગેવાનો પણ મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના વેપારીને ઇન્વિટેશન કાર્ડની લિંક ખોલવી ભારે પડી:વોટ્સએપ પર APK ફાઈલ મોકલી ફોન હેક કરી સાયબર ઠગોએ બેંક ખાતામાંથી રૂ. 6.18 લાખ સેરવી લીધા
    Next Article
    Gujarat Uniform Civil Code Enacted | ગુજરાત UCCને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી |President Assents UCC Bill

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment