Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના વેપારીને ઇન્વિટેશન કાર્ડની લિંક ખોલવી ભારે પડી:વોટ્સએપ પર APK ફાઈલ મોકલી ફોન હેક કરી સાયબર ઠગોએ બેંક ખાતામાંથી રૂ. 6.18 લાખ સેરવી લીધા

    1 week ago

    કલોલના છત્રાલ ગામે લોટના હોલસેલ વેપારીને વોટ્સએપમાં અજાણ્યા નંબરથી 'Invitation Card' અને 'GB Instagram APK File મોકલી સાયબર ઠગોએ ફોન હેક કરી લીધો હતો. જે બાદ બેંક ખાતામાંથી રૂા. 6.18 લાખથી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી સેરવી લેવામાં આવી છે. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. નાણાકીય લેવડદેવડ કરી ન હોવા છતાં ખાતામાંથી રૂપિયા કપાતા વેપારી ચોંકી ઉઠ્યા કલોલના બોરીસણા રોડ પર આવેલા બલારામ પાર્કમાં રહેતા અને છત્રાલ ખાતે ગરબી ચોક પાસે રામજી મંદિરની બાજુમાં લોટનો હોલસેલ વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા સંજયકુમાર નટવર પટેલ ગત 27 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે ઘરે હાજર હતા, તે દરમિયાન તેમના મોબાઈલ નંબર ઉપર બેંકમાંથી નાણા ડેબિટ થવા અંગેના મેસેજો આવ્યા હતા. વેપારીએ કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે વ્યવહાર કર્યો ન હોવા છતાં ખાતામાંથી બેંક બેલેન્સ ઘટવા લાગતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. 6 લાખથી વધુની ઠગાઈ પ્રાથમિક તપાસમાં તેમના એચડીએફસી બેંકના ખાતામાંથી કુલ રૂા. 2,76,975 ઉપડી ગયા હોવાનું ધ્યાને આવતા તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 ઉપર ફોન કરી સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. તેમ છતાં મામલો અહીં જ અટક્યો ન હતો. તારીખ 28 સપ્ટેમ્બરના રોજ ફરીથી વધુ રૂા. 3.50 લાખ ખાતામાંથી ઉપડી ગયા હતા. જેથી તેમણે ફરી સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ઉપર સંપર્ક કરી નોંધણી કરાવતા કુલ રૂા. 6,18,975 ની રકમ જાણ બહાર સેરવાઈ ગઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. APK ફાઇલ ડાઉનલોડ થયા બાદ ફોન હેક થઈ ગયો આ મામલાની તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે વેપારીના મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ એપ્લિકેશન મારફતે કોઈ અજાણ્યા નંબરથી 'Invitation Card' અને 'GB Instagram APK File' મોકલવામાં આવી હતી. આ શંકાસ્પદ APK ફાઇલ વેપારીએ ઓપન કરતા મોબાઈલમાં ડાઉનલોડ થયા પછી ફોન હેક થઈ ગયો હતો અને ઠગોએ બેંક ખાતા પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ગાંધીજીની 157મી જન્મજયંતિ ઉજવાઈ:ભાજપ અને કોંગ્રેસે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું, પ્રતિમાને સુતરની આંટી પહેરાવી
    Next Article
    ‘ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન’:ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે ખાદી હાટમાંથી વસ્ત્રો ખરીદ્યાં, ડિજિટલ પેમેન્ટથી કારીગરોને આર્થિક આધાર આપવાનો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment