Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્યાંગને માર મારનાર મહિલા PSI 4 દિવસ બાદ સસ્પેન્ડ:સોનલ રાઠોડે પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગને પોઠીયા જેવો છે કહી ગડદાપાટુ-લાકડીથી માર્યા, પોલીસકર્મીએ રોક્યા તો પણ રોકાયા નહીં: ACP

    15 hours ago

    અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજીને ઢોર માર મારનારા મહિલા PSIને અંતે ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભોગ બનનાર ગોપાલભાઈ દરજી દ્વારા સૌ પ્રથમ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી. મહિલા PSI માનવાત ભૂલ્યા હોવા છતા માર માર્યાના બીજા દિવસે ભોગ બનનારના ઘરે પહોંચી ગયા હતા અને સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, ભાસ્કર રિપોર્ટર ગોપાલભાઈના ઘરે પહોંચી જતા મહિલા PSI જવાબ આપ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા. આ સમગ્ર મામલાને લઈ ભારે હોબાળો થતા અંતે પોલીસે ચાર દિવસ બાદ મહિલા PSI સામે પગલાં લેવા પડ્યા છે. આજે પીડિત ગોપાલભાઈ દરજીએ જણાવ્યું હતું કે મારી સાથે જે બનાવ બન્યો તેની મેં ફરિયાદ નોંધાવી છે. આ અંગે ACP એચ.એમ કણસાગરાએ જણાવ્યું કે પડીકું તૂટવાનો અવાજ આવતા દિવ્યાંગે હાથ મારતા બાળકને વાગ્યો હતો.જે બાદ બાળકના પિતાએ આવીને બોલાચાલી કરી હતી. બાળકના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસ દિવ્યાંગને લઈને પોલીસ સ્ટેશન આવી હતી. કોલ કરનાર પ્રતિકભાઈ બાળકને જમાડી આવવાનું કહીને નીકળી ગયા હતા. દિવ્યાંગની માહિતી લેવામાં આવી રહી હતી. આ દરમિયાન અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર PSI સોનલ રાઠોડે પોલીસ સ્ટેશનમાં આવીને દિવ્યાંગને અભદ્ર ભાષામાં બોલાચાલી કરી કહ્યું હતું કે, તું પોઠીયા જેવો છે તને કેમ દેખાતો નથી તેમ કહી ગડદાપાટુનો માર અને લાકડી મારી હતી. આ દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલે તેને રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું હતું કે, આ દિવ્યાંગ છે તેમને દેખાતું નથી. આમ છતાં મહિલા PSI માન્યા નહીં અને મારઝૂડ ચાલુ રાખી હતી. અવાજ આવતા PI એસ.આર.બાવાએ જણાવ્યું કે, કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કરો તમારે કાયદો હાથમાં લેવાનો નથી. જે બાદ દિવ્યાંગને પોલીસ તેમના પાર્લર પર પરત મૂકી આવી હતી. PSI ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા હોવા છતાં તેઓ કોઈપણ સક્ષમ કે નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ફરજનું સ્થળ છોડી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન આવીને દિવ્યાંગ સાથે અસંવેદનશીલ કામ કર્યું હોવાથી તેમની વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન PI દ્વારા એસપીને રિપોર્ટ કર્યો હતો. તેમજ તેને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. બનાવના દિવસે રાતે પોલીસ હોસ્પિટલ ગઈ હતી.ગઈકાલે પણ પોલીસ ભોગ બનનારના ઘરે ગઈ હતી, પરંતુ કાલે પણ ફરિયાદ આપી નહોતી.જે બાદ આજે ફરિયાદ આપી છે. PSI સોનલ રાઠોડ વિરુદ્ધ BNSની રાઇટ ટુ પર્સન ડિસએબિલિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ એક્ટ હેઠળ 6 મહિનાથી 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. હાલમાં તપાસ કરીને પુરાવા ભેગા કરવામાં આવશે. આ તપાસમાં ગુજરાત યુનિવર્સિટીના પોલીસ કર્મચારીઓની પણ પૂછપરછ કરી નિવેદન લેવામાં આવશે. દિવ્યાંગને આ રીતે મારવા અયોગ્ય છે. કેબીન ચલાવી ગુજરાન ચલાવતા પ્રજ્ઞાચક્ષુને માર માર્યો હતો અમદાવાદમાં રહેતા અને પંચવટી વિસ્તારમાં PCO ચલાવતા ગોપાલભાઈ દરજી બંને આંખે દેખી શકતા નથી. જેથી તેઓ કેબીન પર પેકેટ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગોપાલભાઈનું માનીએ તો, તેમની કેબીન પર ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક છોકરાઓ પેકેટ તોડી જતા હોય છે. સોમવારે બપોરના સમયે પણ પેકેટનો અવાજ આવતા તેમને હાથ લાંબો કરતા એક બાળકનો હાથ પકડી લીધો હતો. જેના કારણે બાળકને ઈજા પહોંચી હતી. સગીરે ઘટના બાબતે તેના પિતાને જાણ કરતા તેઓ કેબીન પર આવી પહોંચ્યા હતા અને મને ગાળો આપી હતી. ત્યારબાદ સગીરના પિતાએ તેમના પત્નીને અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મે માફી માગી છતા બાળકના પિતાએ મને ગાળો આપી- ગોપાલભાઈ ગોપાલભાઈ દરજીએ 'દિવ્ય ભાસ્કર'સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને પોલીસ સ્ટેશન લઈ જઈને બેસાડવામાં આવ્યો હતો.મેં માફી માંગી છતાં બાળકના પિતાએ મને ગાળો આપી હતી. 'બહારથી આવેલા PSIએ મને લાફા, લાતો અને લાકડી મારી' ગોપાલભાઈએ વધુમાં જણાવ્યું કે, હું જ્યારે ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે બહારથી એક PSI આવ્યા હતા. તેમને કોઈએ રોક્યા ન હતા. તેને મને લાફા અને લાતો મારી જેથી હું નીચે પડી ગયો હતો. ત્યારબાદ પણ તેને મને લાકડીથી ફટકાર્યો હતો. મેં પોલીસને મારી ફરિયાદ લખવા જણાવ્યું હતું. પરંતુ લખી નહોતી. પ્રજ્ઞાચક્ષુને માર માર્યાના બીજા દિવસે સમાધાન કરવા પહોંચ્યા હતા ગોપાલભાઈ દરજીને માર માર્યા બાદ મહિલા PSI સોનલ રાઠોડ બીજા દિવસે ગોપાલભાઈના ઘરે પહોચી ગયા હતા અને સમાધાનના પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે, આ સમયે જ ભાસ્કર રિપોર્ટર ગોપાલભાઈના ઘરે પહોંચી જતા મહિલા PSI ત્યાંથી નીકળી ગયા હતા. મહિલા PSIએ કહ્યું હતું- ‘હું ગિલ્ટી ફીલ કરું છું’ PSI સોનલ રાઠોડે પીડિતના પરિવારજનો સમક્ષ કહ્યું કે, ઘર સુધી આવવાનું કારણ શું હોય? હું ગિલ્ટી ફીલ કરું છું એટલે. મારો દીકરો પડી ગયો અને મારો કાન સુજી ગયો. હું તો બહારગામ હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) ભોગ બનનાર ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા 1 જૂનના રોજ બનાવ બન્યા બાદ ગોપાલભાઈ દરજી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા પ્રયાસો કર્યા હતા. 3 જૂનના રોજ પોલીસ દ્વારા ગોપાલભાઈનું નિવેદન લેવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના આસારામ આશ્રમની જમીનનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો:સ્ટેટ્સ ક્વો જાળવી રાખવા આદેશ, 45 હજાર ચોરસ મીટર જમીન પરત લેવા સરકારની કાનૂની લડત
    Next Article
    પતિના અન્ય સંબંધો, દહેજ માટે સાસરિયાઓનો ત્રાસ:પરિણીતાએ પાટણ મહિલા પોલીસ મથકે પાંચ સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment