Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મીડિયાના મિત્રોનો સાણંદમાં અનોખો કુંભ:ગુજરાતના વિવિધ શહેરોમાંથી 45 ફેસબુક ફ્રેન્ડ્સે 'મિત્રોત્સવ-6'માં અનોખી સ્નેહમિલન ઉજવણી કરી

    6 hours ago

    સોશિયલ મીડિયાના વર્તમાન યુગમાં જ્યાં મોટાભાગના સંબંધો માત્ર ઓનલાઈન સ્ક્રીન સુધી જ સીમિત રહી જાય છે, ત્યાં ફેસબુકના માધ્યમથી શરૂ થયેલી મિત્રતાએ એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. 2 August ના રોજ સતત 6th વર્ષે યોજાયેલા 'મિત્રોત્સવ-6' માં ગુજરાતના વિવિધ શહેરોમાંથી અંદાજે 45 મિત્રો એકત્ર થયા હતા. સાણંદ ખાતે આવેલા એક રિસોર્ટમાં યોજાયેલા આ વિશિષ્ટ સ્નેહમિલને મિત્રતાના સંબંધોને વધુ ગાઢ અને અકબંધ બનાવ્યા હતા. સાણંદમાં મિત્રોનો જમાવડો આ મિત્રોત્સવમાં થરાદ, વડનગર, જૂનાગઢ, જસદણ, રાજકોટ, સુરત, ગાંધીનગર અને નડિયાદ સહિત ગુજરાતના અનેક શહેરમાંથી મિત્રો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ભૌગોલિક અંતર હોવા છતાં વર્ષોથી જળવાયેલી આત્મીયતા અને અતુટ વિશ્વાસના કારણે સૌ એક જ પરિવારની જેમ ભેગા થયા હતા. સમગ્ર પરિચય સત્રની મંગલ શરૂઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી, ત્યારબાદ જૂના અને નવા તમામ મિત્રોએ પોતાનો પરિચય આપ્યો હતો. વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ નહીં, સુખ-દુઃખના સગા સાથી આ મિત્રોની મુખ્ય ખાસિયત માત્ર એટલી નથી કે તેઓ સોશિયલ મીડિયા પર જોડાયેલા છે, પરંતુ તેઓ જીવનના દરેક સુખ-દુઃખમાં એકબીજાની સાથે અડીખમ ઊભા રહે છે. લોહીના સંબંધો ન હોવા છતાં પ્રેમ, વિશ્વાસ, સન્માન અને નિખાલસ લાગણીઓએ તેમને એક પરિવાર તરીકે બાંધી રાખ્યા છે. તેમની વચ્ચે મતભેદો થાય છે, પરંતુ મનભેદો ક્યારેય થતા નથી. હાસ્ય, મસ્તી અને ટોમ એન્ડ જેરી જેવી મીઠી નોકઝોક વચ્ચે પણ તેમની મિત્રતા વર્ષોથી અકબંધ રહી છે. રમતો, સંગીત અને મનોરંજન કાર્યક્રમની શરૂઆત ગરમાગરમ ચા-નાસ્તા સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સૌએ સાથે મળીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. દિવસ દરમિયાન વિવિધ રમતો, હાસ્ય-મજાક અને મનોરંજનના કાર્યક્રમોમાં મિત્રોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજ પડતાં જ સંગીતના તાલે સૌએ મિત્રતાની ભવ્ય ઉજવણી કરી અને અનેક યાદગાર ક્ષણોને કેમેરામાં કંડારી હતી. સુવ્યવસ્થિત આયોજન અને યાદગાર ભેટ 'મિત્રોત્સવ-6' નું સફળ આયોજન હેમલ શાહ, સંકેત સોની, અલ્પેશ પંચાલ અને આરવ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના સુવ્યવસ્થિત આયોજન અને તમામ મિત્રોના સક્રિય સહયોગથી સમગ્ર કાર્યક્રમ અવિસ્મરણીય બની રહ્યો હતો. આયોજકોએ મિત્રોત્સવ-6 માં સહભાગી થયેલા તમામ મિત્રોને રામની છબી અને દરેક મિત્રનું નામ લખેલું ખાસ કિચેઈન યાદગાર ભેટ તરીકે અર્પણ કર્યું હતું. ભાવુક ક્ષણો વચ્ચે વિદાય અને નવો સંકલ્પ 'મિત્રોત્સવ-6' એ ફરી એકવાર સાબિત કર્યું કે સાચી મિત્રતા સમય, અંતર કે સોશિયલ મીડિયાથી નહીં, પરંતુ વિશ્વાસ, નિખાલસ લાગણી અને એકબીજા માટેના નિસ્વાર્થ સાથથી જીવંત રહે છે. દિવસના અંતે વિદાયની ક્ષણો સૌ માટે ખૂબ ભાવુક બની હતી. એકબીજાને હૃદયપૂર્વક ભેટીને આગામી વર્ષે ફરી મળવાના સંકલ્પ સાથે, ચહેરા પર સ્મિત અને હૃદયમાં અવિસ્મરણીય સંસ્મરણો લઈને સૌ મિત્રો પોતાના વતન તરફ પરત ફર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ AIIMS માં અદ્યતન સ્પાઇન સર્જરીનો પ્રારંભ:વયોવૃધ્ધ મહિલાની પ્રથમ જટિલ લંબર સ્પાઇન સર્જરી થઈ, ગંભીર કમરના દુખાવામાંથી મળી રાહત
    Next Article
    Upper Assam Flood: GenZ अपनी पॉकेटमनी से flood relief बांट रहे हैं!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment