Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ AIIMS માં અદ્યતન સ્પાઇન સર્જરીનો પ્રારંભ:વયોવૃધ્ધ મહિલાની પ્રથમ જટિલ લંબર સ્પાઇન સર્જરી થઈ, ગંભીર કમરના દુખાવામાંથી મળી રાહત

    7 hours ago

    રાજકોટ AIIMS (અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા) ખાતે અદ્યતન સ્પાઇન સર્જરી (કરોડરજ્જુની સર્જરી) સેવાઓનો પ્રારંભ થયો છે. 78 વર્ષના વયોવૃધ્ધ મહિલા દર્દી કમરના ગંભીર દુખાવા સાથે દાખલ થયા હતા. જે બાદ ઓર્થોપેડિક્સ વિભાગે જટિલ લંબર સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક કરી અને તેનાથી મહિલા દર્દીને કમરના ગંભીર દુખાવામાંથી રાહત મળી છે. જેનાથી સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત થયું છે. રાજકોટના 78 વર્ષીય મહિલા છેલ્લા 2 વર્ષથી કમરના અસહ્ય દુખાવાથી પીડાતા હતા. બંને પગમાં સતત દુખાવો તથા પગમાં નબળાઈની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. તેમની સ્થિતિ એવી બની ગઈ હતી કે તેઓ થોડાં પગલાં પણ ગંભીર પીડા વિના ચાલી શકતા નહોતા. જેના કારણે તેમના દૈનિક જીવન પર પણ નોંધપાત્ર અસર પડી હતી. જોકે એઈમ્સ રાજકોટના વરિષ્ઠ ફેકલ્ટી અને સુપર-સ્પેશિયાલિટી નિષ્ણાતોની તબીબી ટીમ દ્વારા વિસ્તૃત તબીબી તપાસ અને રેડિયોલોજીકલ મૂલ્યાંકન દરમિયાન તેમને લંબર કેનલ સ્ટેનોસિસ (Lumbar Canal Stenosis) હોવાનું નિદાન થયું હતું. આ કરોડરજ્જુનો એવો ગંભીર રોગ છે જેમાં સ્પાઇનલ કેનલ સાંકડી થઈ જવાથી કરોડરજ્જુની નસો પર દબાણ સર્જાય છે. જેના પરિણામે કમરના દુખાવા, પગમાં દુખાવો, સુનકાર, નબળાઈ તથા ચાલવામાં મુશ્કેલી જેવી ગંભીર તકલીફ ઊભી થાય છે. દર્દીની સફળતાપૂર્વક મલ્ટી-લેવલ લંબર ડિકમ્પ્રેશન અને સ્પાઇનલ ફિક્સેશન સર્જરી કરવામાં આવી. આ અત્યંત જટિલ અને ઉચ્ચ તકનીકી કુશળતા માગતી સર્જરી છે. જેમાં ઓપરેશન દરમિયાન લાંબો સમય, અદ્યતન સર્જિકલ ટેક્નિક અને અનુભવી મલ્ટી-ડીસીપ્લીનરી ટીમની આવશ્યકતા રહે છે. આ જટિલ સર્જરીનું નેતૃત્વ ઓર્થોપેડિક્સ વિભાગના વડા ડૉ. કુલભૂષણ કંબોજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે ટીમમાં ડૉ. હર્ષિલ અને ડૉ. હાર્દિક દ્વારા સર્જિકલ સહયોગ આપવામાં આવ્યો હતો. જ્યારે એનેસ્થેસિયોલોજી વિભાગના ડો.વિક્રમવર્ધન, ડો.અનિતા અને તેમની ટીમે સમગ્ર સર્જરી દરમિયાન સફળ એનેસ્થેટિક વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. સર્જરી બાદ દર્દીની તબિયતમાં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. ઓપરેશનના ચોથા જ દિવસે દર્દી સ્વયં ચાલવા લાગ્યા હતા અને દસમા દિવસે તેમની સ્થિતિ સ્થિર થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.આ સફળતા એઇમ્સ રાજકોટ દર્દી-કેન્દ્રિત, ગુણવત્તાસભર અને અદ્યતન સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. સ્પાઇન સર્જરી ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કરોડરજ્જુના જટિલ રોગોથી પીડાતા દર્દીઓ માટે આશાનું નવું કિરણ સાબિત થશે. એઇમ્સ રાજકોટ નજીકના ભવિષ્યમાં મિનિમલી ઇન્વેસિવ (Minimally Invasive) તથા એન્ડોસ્કોપીક સ્પાઇન સર્જરી જેવી અત્યાધુનિક સેવાઓ શરૂ કરવાની દિશામાં પણ સક્રિય રીતે કાર્યરત છે. આ પ્રકારની સર્જરી સેવાઓ શરૂ થયા બાદ દર્દીઓને સર્જરી દરમિયાન જરૂર હોય ત્યાં જ ન્યૂનતમ ચીરા અને ઓછી કાપકૂપ સાથેની સર્જરી,ઓછો દુખાવો, ઝડપથી સાજા થવાની પ્રક્રિયા તથા ટૂંકા હોસ્પિટલ રોકાણ સાથે વિશ્વસ્તરીય સારવારનો લાભ મળશે.એઇમ્સ રાજકોટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ.એલ.એન.દોરાયરાજનના માર્ગદર્શન હેઠળ સંસ્થા દર્દીઓને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સતત કાર્યરત છે.
    Click here to Read More
    Previous Article
    જેતપુર ડાઇંગના કેમિકલથી ઓઝત નદી પ્રદૂષિત થતા ખેડૂતોમાં આક્રોશ:​ઓઝત નદીમાં ઝેરી કેમિકલ છોડાતા લાખો માછલીઓ અને પશુઓના મોત, વધાવીના ખેડૂતોએ ઉગ્ર આંદોલનની આપી ચેતવણી
    Next Article
    સોશિયલ મીડિયાના મિત્રોનો સાણંદમાં અનોખો કુંભ:ગુજરાતના વિવિધ શહેરોમાંથી 45 ફેસબુક ફ્રેન્ડ્સે 'મિત્રોત્સવ-6'માં અનોખી સ્નેહમિલન ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment