Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિના અન્ય સંબંધો, દહેજ માટે સાસરિયાઓનો ત્રાસ:પરિણીતાએ પાટણ મહિલા પોલીસ મથકે પાંચ સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

    13 hours ago

    પાટણ શહેરના મોતીશા દરવાજા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ સહિત પાંચ સાસરીયાઓ વિરુદ્ધ પાટણ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ શારીરિક-માનસિક ત્રાસ, દહેજની માંગણી અને પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધો અંગે આક્ષેપો કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણની 23 વર્ષીય રોઝીનાબેનના લગ્ન 18 ફેબ્રુઆરી, 2024 ના રોજ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામના અકબરહુસેન કાસમભાઈ સુથાર સાથે થયા હતા. લગ્નના શરૂઆતના ત્રણ મહિના સુખમય વીત્યા બાદ સાસુ હુસૈનાબેન અને જેઠાણી મહેરફાતેમાએ ઘરકામ બાબતે મેણા-ટોણા મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, સસરા કાસમભાઈ અને જેઠ હસનઅબ્બાસે રોઝીનાબેનને "તારા બાપે દહેજમાં કંઈ આપ્યું નથી" તેમ કહી પિયરથી એ.સી. લઈ આવવા માટે દહેજની માંગણી કરી હતી. જ્યારે રોઝીનાબેને આ અંગે પતિ અકબરહુસેનને વાત કરી, ત્યારે પતિએ પણ પરિવારનો પક્ષ લઈ તેમને ગાળો ભાંડી પિયર મૂકી આવ્યા હતા. સામાજિક સમાધાન બાદ રોઝીનાબેન ફરી સાસરીમાં ગયા હતા, જ્યાં તેમને જાણવા મળ્યું કે તેમના પતિના અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો છે. આ બાબતે ઠપકો આપતા પતિ અને સાસરીયાઓએ ભેગા મળી તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ લાંબા સમય સુધી સામાજિક સ્તરે અને ફેમિલી કોર્ટમાં સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ પતિ હાજર ન રહેતા સમાધાન થઈ શક્યું ન હતું. આથી, રોઝીનાબેને પાટણ મહિલા પોલીસ મથકે પતિ અકબરહુસેન સુથાર, સસરા કાસમભાઈ સુથાર, સાસુ હુસૈનાબેન, જેઠ હસનઅબ્બાસ અને જેઠાણી મહેરફાતેમા વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને દહેજ પ્રતિબંધ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દિવ્યાંગને માર મારનાર મહિલા PSI 4 દિવસ બાદ સસ્પેન્ડ:સોનલ રાઠોડે પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગને પોઠીયા જેવો છે કહી ગડદાપાટુ-લાકડીથી માર્યા, પોલીસકર્મીએ રોક્યા તો પણ રોકાયા નહીં: ACP
    Next Article
    પરમ શિવભક્ત યોગેશ પટેલની બે ઈચ્છા શિવ પરિવાર પૂર્ણ કરશે:કેદારનાથ ખાતે 11 લાખ અને સોમનાથ ખાતે 21 લાખ રુદ્રાક્ષ ચઢાવવાના કાકાનો સંકલ્પ પૂર્ણ કરવા શિવ પરિવાર કટિબદ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment