Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપહરણકર્તાઓ પોલીસ પર તુટી પડ્યા:પ્રેમસંબંધની આશંકાએ યુવકના પિતાનું અપહરણ કર્યું, ઝાડ સાથે બાંધી માર માર્યો, છોડાવવા ગયેલી ટીમ પર પથ્થર-લાકડા વડે હુમલો, PSI સહિત 3 પોલીસકર્મી ઘાયલ

    23 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકાએ એક યુવકના પિતાનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. તેમને છોડાવવા ગયેલી પીપાવાવ મરીન પોલીસ ટીમ પર અપહરણકર્તાઓએ હુમલો કર્યો હતો, જેમાં PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને ઈજા થઈ હતી. આ મામલે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અપહરણકર્તાઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો ઘટના ખેરા ગામના દેવશીભાઈ ગુજરીયા સાથે બની હતી. તેમના પુત્રને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની આશંકા હતી, જેના કારણે યુવતીના પરિવારજનોને શંકા હતી કે દેવશીભાઈનો પુત્ર યુવતીને ભગાડી ગયો છે. આ બાબતને લઈને કેટલાક ઈસમોએ દેવશીભાઈનું હિંડોરણાથી અપહરણ કર્યું હતું. પ્રેમસંબંધની આશંકાએ યુવકના પિતાનું અપહરણ કર્યું અપહરણ બાદ દેવશીભાઈને ખેરા ગામની સીમમાં એક જાંબુડાના ઝાડ સાથે બાંધીને કેટલાક પુરુષો અને સ્ત્રીઓ સહિતના લોકો માર મારી રહ્યા હતા. આ દરમિયાન પીપાવાવ મરીન પોલીસને જાણ થતા PI વી.કે. રાઠોડ, PSI કે.ડી. હડિયા, પોલીસ કર્મચારી ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી અને મગનભાઈ ધાપા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક દેવશીભાઈ ગુજરીયાને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. છોડાવવા ગયેલી પોલીસને પણ માર માર્યો પોલીસ ટીમ દ્વારા અપહરણકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ટોળાએ PSI કે.ડી. હડિયા, ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી અને મગનભાઈ ધાપા સહિતના પોલીસકર્મીઓ પર પથ્થરમારો અને લાકડા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જે બાદ તેમને રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. PSI સહિત ત્રણ પોલીસકર્મી ઘાયલ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સમગ્ર મામલે માહિતી મેળવી તાત્કાલિક ગુનો નોંધી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. મોડી રાત્રે DYSP નયના ગોરડીયા અને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI સી.પી. વાઘેલાની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી. 40થી વધુના ટોળા સામે ગુનો નોંધી તપાસ શરૂ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ પોતે ફરિયાદી બનીને ફરજમાં રૂકાવટ, હુમલો અને અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ 40થી વધુના ટોળા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા મોટા કાફલા સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવશે. ------ આ પણ વાંચો દબાણ દૂર કરવા ગયેલા PSIનો કોલર પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી એક વર્ષ પહેલાં અમદાવાદ શહેરના કેશવનગર વિસ્તારમાં ખાડીયાની ચાલી ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી કરવામાં આવેલા પ્લોટમાં પાકું દબાણ અને નાના-મોટા ઝૂંપડા દૂર કરવા ગયેલી પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ અને પોલીસ સાથે સ્થાનિક લોકોએ ઝપાઝપી અને ઘર્ષણ કર્યું હતું. સ્થાનિકોએ PSIનો કોલર પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સ્થાનિક મહિલાઓએ પોતે જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યા કરીશું ધમકી આપી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે કોઈપણ આવો બનાવ ન બને તેના માટે બળ વાપરીને તેઓને પકડી લીધા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ… આ પણ વાંચો, ધરજી ગામમાં રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર ગ્રામજનો તૂટી પડ્યા
    Click here to Read More
    Previous Article
    PM મોદીને સ્લોવાકિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું:'ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ' થી સન્માનિત; બંને દેશો વચ્ચે 11 કરારો થયા
    Next Article
    M.P. શાહ કોલેજ 25 આદર્શ કોલેજોમાં પસંદગી પામી:સત્રારંભ બેઠકમાં વિદ્યાર્થીલક્ષી અભિગમ જાળવવા માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment