Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના શિડ્યૂલમાં ફરેફાર:સૌરાષ્ટ્ર અને વડોદરા જિલ્લાના પદાધિકારીઓની પસંદગી હાલ મોકૂફ, 11 મે બાદ નામ જાહેર કરાશે

    22 hours ago

    આજે એટલે કે 6 મેથી મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જે આગામી 8 મે સુધી ચાલવાની છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ વિવિધ જિલ્લાઓમાં ચૂંટાયેલી પાંખના વડાની પસંદગી માટે મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે શરૂ થયેલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના શિડ્યુલમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 11 મેના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને પક્ષે આ નિર્ણય લીધો છે, જેના કારણે હવે અન્ય જિલ્લાઓ માટેની ચર્ચા આગળ ધપાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને વડોદરા જિલ્લાના પદાધિકારીઓની પસંદગી હાલ મોકૂફ માહિતી મુજબ, ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર અને વડોદરા જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ માટેની પસંદગી પ્રક્રિયા હાલ મોકૂફ રાખવામાં આવી છે. આ વિસ્તારોના દાવેદારો અંગેનું મંથન હવે 11 મે બાદ હાથ ધરાશે. વડાપ્રધાનના પ્રવાસને કારણે સંગઠનના અગ્રણીઓ અને હોદ્દેદારો કાર્યક્રમોની તૈયારીમાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવાયો છે. અન્ય જિલ્લાઓમાં પદાધિકારીઓના નામો ફાઈનલ કરવાની પ્રક્રિયા તેજ જોકે, પક્ષ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બાકીના જિલ્લાઓ માટેની પ્રક્રિયા યથાવત રહેશે અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો અગાઉ નક્કી કરેલા કાર્યક્રમ મુજબ જ ચાલુ રહેશે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં ચાલી રહેલી આ બેઠકોમાં અલગ-અલગ જિલ્લાઓ માટે પદાધિકારીઓના નામો ફાઈનલ કરવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. આ બદલાવને કારણે સૌરાષ્ટ્ર અને વડોદરા વિસ્તારમાં રાજકીય ગરમાવો વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે હવે દાવેદારોને વધુ સમય મળતા લોબીંગ અને દાવપેચ પણ વધશે.
    Click here to Read More
    Previous Article
    વિનેશ ફોગાટને ડોપિંગ એજન્સીની નોટિસ:બેંગલુરુમાં ટેસ્ટ માટે ઉપલબ્ધ નહોતી, આવતીકાલ સુધીમાં જવાબ આપવો પડશે
    Next Article
    વડોદરામાં 17 વર્ષીય સગીરનો અગમ્ય કારણોસર આપઘાત:ઘરમાં ભત્રીજાને લટકતો જોઈ કાકાના પગ તળેથી જમીન સરકી ગઈ, દીકરાના મોતથી પરિવાર શોકમાં ઘરકાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment