Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના નકલી PSIએ ચાર રાજ્યની 21 યુવતીને ફસાવી પૈસા પડાવ્યા:ડેટિંગ- મેટ્રોમોનિયલ સાઇટ પર સાયબર ક્રાઈમના અધિકારીની ઓળખ આપતો, AIથી આઈકાર્ડ બનાવ્યું

    1 सप्ताह पहले

    ડેટિંગ અને મેટ્રિમોનિયલ સાઇટ્સ પર ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ બ્રાન્ચના PSI તરીકે ઓળખ આપી ચાર રાજ્યની 21 જેટલી યુવતીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી હિમાંશુ ઉર્ફે રોકી પંચાલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મૂળ અમદાવાદનો અને હાલ ઉદેપુર (રાજસ્થાન) રહેતો આ આરોપી AI જનરેટેડ નકલી ડોક્યુમેન્ટ્સ બતાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો. અમદાવાદમાં નરોડા અને નવરંગપુરાની યુવતીઓને શંકા જતાં આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. AI ટેકનોલોજી અને નકલી દસ્તાવેજોથી રચતો જાળ ક્રાઇમ બ્રાન્ચ ACP ભરત પટેલે જણાવ્યું કે, આરોપી હિમાંશુ પંચાલ સોશિયલ મીડિયા, ડેટિંગ અને મેટ્રિમોનિયલ એપ્સ પર યુવતીઓનો સંપર્ક કરતો હતો. પોતે સાયબર ક્રાઈમમાં પીએસઆઇ હોવાની ઓળખ આપવા માટે તે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને વિવિધ વેબસાઇટ્સની મદદ લેતો હતો. તેણે પોલીસ યુનિફોર્મ વાળા આઈકાર્ડ ઉપરાંત, ડિપાર્ટમેન્ટના નકલી એપોઇન્ટમેન્ટ લેટર અને સસ્પેન્શન લેટર પણ તૈયાર કર્યા હતા. પૈસા પડાવવા અવનવા બહાના અને કારસ્તાન યુવતીઓને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તે નાણાં પડાવવા માટે ભાવનાત્મક અને કાનૂની મુશ્કેલીઓના ખોટા બહાના બનાવતો હતો. તે પીડિતોને એવા નકલી સરકારી પત્રો દર્શાવતો કે તેના ઘરે ઇન્કમટેક્સ (IT) ની રેડ પડી છે, પોતે નોકરીમાંથી સસ્પેન્ડ થયો છે અને તેના બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ થઈ ગયા છે. આ જાળમાં ફસાઈને અનેક યુવતીઓએ તેને મોટી રકમો આપી હતી. મુંબઇમાં આરોપી સામે બળાત્કારનો ગુનો દાખલ આરોપી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોની યુવતીઓને પણ નિશાન બનાવતો હતો. એક વર્ષ પહેલાં મુંબઈના વિરારની યુવતીને આવી જ રીતે છેતરી હોટલમાં લઈ જવા બદલ નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં તેની સામે બળાત્કારનો ગુનો નોંધાયો હતો, જેમાં તે જામીન પર છૂટ્યો હતો. જામીન પર મુક્ત થયા બાદ તેણે ઇન્સ્ટાગ્રામ મારફતે અમદાવાદના નવા વાડજ વિસ્તારની યુવતીનો સંપર્ક કર્યો અને જામીનનો ખર્ચ કઢાવવાના બહાને ₹50,000 પડાવી મુંબઈ-ગોવા ફરવા જતો રહ્યો હતો. ભોપાલ અને ઉદેપુરની યુવતીઓ સાથે પણ છેતરપિંડી નરોડાની એક યુવતીને લાલચ આપીને તેણે સૌથી વધુ ₹1.80 લાખ પડાવ્યા હતા. જ્યારે નવરંગપુરાની યુવતી પાસેથી ₹79,700ની છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત તેણે મધ્યપ્રદેશના ભોપાલ અને રાજસ્થાનના ઉદેપુરની યુવતીઓ સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ આરોપીને નરોડા પોલીસને સોંપશે ઘાટલોડિયાની એક યુવતીને પણ તેણે હોટલમાં બોલાવી પૈસા માંગ્યા હતા, પરંતુ યુવતીને શંકા જતાં તે બચી ગઈ હતી. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે નરોડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આરોપી પાસેથી કબજે કરાયેલો મુદ્દામાલ આ સમાચાર પણ વાંચો નકલી PSI યુવતીને કાફેમાં ડેટ પર લઈ ગયો, રડીને 80 હજાર પડાવ્યા અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીને ડેટિંગ એપ પર લગ્ન માટે લલચાવી, ક્રાઈમ બ્રાંચના સાયબર સેલના નકલી પીએસઆઈની ઓળખ આપીને ₹80,000 પડાવી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. નકલી પોલીસ બનેલો આ ઠગ યુવતી પાસે અવારનવાર વધુ પૈસાની માંગણી કરતો હતો, જેથી યુવતીને શંકા ગઈ હતી. યોગ્ય તપાસ કરાવતા યુવકની પોલ ખુલી ગઈ હતી અને તે પોલીસ નહીં પણ રીઢો ઠગ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ભોગ બનનાર યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીની ખોટી ઓળખ આપી 40 હજાર પડાવ્યા નરોડા વિસ્તારમાં એક યુવકને રિક્ષામાં આવેલા ગઢીયાએ પોતે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપી હતી અને આજીવન કેદ થાય તેવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી યુવકે ડરના કારણે ગઠિયાને અસલી પોલીસ અધિકારી સમજીને પૈસા આપ્યા હતા. ગઠિયો યુવકને ત્રણ અલગ અલગ ATMમાં લઈ ગયો હતો. જેમાંથી યુવક પાસેથી કુલ 40,000 રૂપિયા ખંખેરી લીધા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે SRH vs RCB:હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ લીધી, બેંગલુરુ જીતશે તો નંબર વન પોઝિશન પાકી
    Next Article
    દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા:ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment