Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસમાં PSIની 200 નવી જગ્યાઓ મંજૂર:ભરતીનો માર્ગ મોકળો, ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ વ્યવસ્થા વધુ મજબૂત થશે

    6 hours ago

    ગુજરાત પોલીસમાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના (GSKY) હેઠળ રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની 200 નવી જગ્યાઓ ઊભી કરવાની મંજૂરી આપી છે. ગૃહ વિભાગ દ્વારા આ અંગેનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે અને નવી જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાનો માર્ગ મોકળો થયો છે. ગૃહ વિભાગના તા. 27 એપ્રિલ, 2026ના મંજૂરી પત્રના આધારે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા નવી સેવા વર્ષ 2026-27 અંતર્ગત GSKY માટે 200 PSIની જગ્યાઓ ઊભી કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. 200 PSIની જગ્યાઓ, પગારધોરણ ₹36,600થી ₹1,16,600ઠ મંજૂર કરવામાં આવેલી તમામ 200 જગ્યાઓ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની છે. દસ્તાવેજમાં આ જગ્યાઓ માટે ₹36,600થી ₹1,16,600નું પગારધોરણ દર્શાવવામાં આવ્યું છે. નવી જગ્યાઓ માટેનો ખર્ચ રાજ્યના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈમાંથી કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ વ્યવસ્થા વધુ મજબૂત થશે GSKY અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની હાજરી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના હેતુથી આ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. દસ્તાવેજ સાથે જોડાયેલા પત્રકમાં વિવિધ જિલ્લાઓના પોલીસ મથકો/વિસ્તારોમાં PSIની નવી જગ્યાઓ ફાળવવાની વિગતો આપવામાં આવી છે. વર્તમાન ભરતી નિયમો પ્રમાણે જ ભરતી સરકારની મંજૂરી મુજબ 200 જગ્યાઓ પર ભરતી હાલના પ્રવર્તમાન ભરતી નિયમો અને નિર્ધારિત ભરતી પદ્ધતિ મુજબ કરવાની રહેશે. સીધી ભરતીની જગ્યાઓ માટે મંજૂરી મળ્યા બાદ નિયમ મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરતી માટે ઉમેદવારની લાયકાત, ઉંમર સહિતની શરતો પ્રવર્તમાન નિયમો મુજબ રહેશે. કમ્પ્યુટર કૌશલ્ય સંબંધિત જોગવાઈ પણ ભરતી નિયમો પ્રમાણે લાગુ પડશે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ભાષાકીય પરીક્ષા/લાયકાત સહિતની શરતોનું પણ પાલન કરવાનું રહેશે. પસંદગી બાદ તાલીમ અને નિમણૂક નવી જગ્યાઓ પર પસંદગી પામનારા ઉમેદવારોને નિયમ મુજબ તાલીમ આપવામાં આવશે. નિમણૂક પ્રક્રિયા પારદર્શક પદ્ધતિથી હાથ ધરવાની રહેશે. મંજૂર થયેલી જગ્યાઓ પર ભરતી થયા બાદ GSKY હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દળ વધુ મજબૂત બનશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં STના નિવૃત કર્મચારીએ પત્ની સાથે ઝેર ગટગટાવ્યું:સારવાર દરમિયાન પહેલા પત્નીને બાદમાં પતિનું મોત, મોંઘવારી-આર્થિક સમસ્યાથી અંતિમ પગલું ભર્યું
    Next Article
    વડોદરાના હરણી-પીલોલ રોડ પર મગરની લટારથી વાહનચાલકોમાં ભય:અચાનક રસ્તા વચ્ચે આવી ચડેલા મગરને વાહનચાલકે હેડલાઈટના અજવાળે મોબાઈલમાં કેદ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment