Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં STના નિવૃત કર્મચારીએ પત્ની સાથે ઝેર ગટગટાવ્યું:સારવાર દરમિયાન પહેલા પત્નીને બાદમાં પતિનું મોત, મોંઘવારી-આર્થિક સમસ્યાથી અંતિમ પગલું ભર્યું

    6 hours ago

    ​જૂનાગઢના ગેંડાગળ રોડ ઉપર ટેલીફોન એક્સચેન્જ નજીક GSRTCના નિવૃત કર્મચારીએ પત્ની સાથે 14 સપ્ટેમ્બરે ઝેર ગટગટાવ્યું હતું. જેમાં સારવાર દરમિયાન આજે પહેલા પત્નીને બાદમાં પતિનું મોત થયું. વધતી જતી મોંઘવારી અને ઘરમાં કમાણીનું કોઈ સાધન ન હોવાના કારણે સર્જાયેલી ભારે આર્થિક સંકળામણથી કંટાળીને દંપતીએ ઝેરી ગોળીઓ ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આર્થિક અને માનસિક તણાવથી કંટાળીને દંપતીએ ઝેર પીધું 58 વર્ષીય મૃતક વનરાજસિંહ ઝાલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી વિભાગમાં સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા હતા અને હાલમાં પોતાના ઘરે 55 વર્ષીય પત્ની રેખાબા ઝાલા સાથે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. ઘરમાં આવકનું કોઈ સ્ત્રોત ન હોવાના કારણે જીવન જીવવું મુશ્કેલ બનતાં આ દંપતી ભારે મનોવ્યથા અનુભવતું હતું. અંતે આર્થિક અને માનસિક તણાવથી કંટાળી, આ વડીલ દંપતીએ ગત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ સાંજના આશરે પાંચ વાગ્યા આસપાસ પોતાના જ ઘરમાં ઝેરી ટીકડા ગટગટાવી લીધા હતા. ગેંડાગળ રોડ ઉપર ટેલીફોન એક્સચેન્જ નજીક મૃતકનું મકાન એક બાદ એકનું મોત થતાં દંપતીનો માળો વિખેરાયો આસપાસના લોકો અને પરિવારજનોએ દંપતીને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વનરાજસિંહ ઝાલા સતત બેભાન અવસ્થામાં રહ્યા હતા અને તેની સ્થિતિ અત્યંત નાજુક બની હતી. જ્યારે સારવાર દરમિયાન પહેલાં રેખાબાનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ગંભીર સ્થિતિમાં રહેલા વનરાજસિંહ પણ સારવાર દરમિયાન દમ તોડી દેતાં આખરે દંપતીનો માળો વિખેરાઈ ગયો હતો. બંનેના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. અકસ્માતે મોતનો ગુનો નોંધાયો ​આ બનાવ અંગે મૃતકના સંબંધી મનીષસિંહ જોરાવરસિંહ ઝાલાએ પોલીસને જાણ કરતાં કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. એ ડિવિઝન પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 194 મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Hafta 607: Who Pays For UPI? Is The UCC Even ‘Uniform’?
    Next Article
    ગુજરાત પોલીસમાં PSIની 200 નવી જગ્યાઓ મંજૂર:ભરતીનો માર્ગ મોકળો, ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ વ્યવસ્થા વધુ મજબૂત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment