Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના હરણી-પીલોલ રોડ પર મગરની લટારથી વાહનચાલકોમાં ભય:અચાનક રસ્તા વચ્ચે આવી ચડેલા મગરને વાહનચાલકે હેડલાઈટના અજવાળે મોબાઈલમાં કેદ કર્યો

    6 hours ago

    વડોદરાના હરણીથી પીલોલને જોડતા રોડ પર ગત મોડી રાત્રે એક મગર રસ્તા પર લટાર મારતો જોવા મળતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક રોડની વચ્ચે મગર આવી ચડતાં કેટલાક વાહનચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા. દરમિયાન એક વાહનચાલકે હેડલાઈટના અજવાળામાં મગરનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. હરણી-પીલોલ રોડ પર રાત્રિના સમયે વન્યજીવોની અવરજવર જોવા મળતી રહે છે. અગાઉ પણ આ વિસ્તારમાં મગરો જાહેર માર્ગ પર આવી ચડ્યા હોવાના બનાવો સામે આવ્યા છે. ગત મોડી રાત્રે પણ એક મોટો મગર રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહનચાલકની નજર મગર પર પડતાં તેણે તાત્કાલિક વાહન થોભાવી દીધું હતું. ત્યારબાદ વાહનની હેડલાઈટના અજવાળામાં મગરનો વીડિયો મોબાઈલમાં ઉતારી લીધો હતો. વીડિયોમાં મગર ધીમે-ધીમે રસ્તા પર આગળ વધતો સ્પષ્ટ જોવા મળ્યો હતો. મગર રોડ પરથી પસાર થઈને આગળ જતો રહ્યો ત્યારબાદ વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પોતાના વાહનો આગળ હંકાર્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચોમાસાની સિઝનમાં આ વિસ્તારમાં મગરો વારંવાર બહાર નીકળી આવતા હોય છે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોમાં ભયનો માહોલ રહે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત પોલીસમાં PSIની 200 નવી જગ્યાઓ મંજૂર:ભરતીનો માર્ગ મોકળો, ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ વ્યવસ્થા વધુ મજબૂત થશે
    Next Article
    Dominant India Face Familiar Rivals Bangladesh In Asian Games Semifinal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment