Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલુકા કક્ષાએ બહિષ્કાર અમલમાં મૂકવા આદેશ,ઉકેલ નહીં તો આંદોલનની ચીમકી:પગાર બિલ સમયસર નહીં બનતા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા PRAISA સોફ્ટવેરના બહિષ્કાર, SASથી કામ કરવા આદેશ

    13 घंटे पहले

    સોફ્ટવેરમાં લાંબા સમયથી ચાલતી ટેકનિકલ ખામીઓના કારણે શિક્ષકોના પગાર બિલ અને વહીવટી કામગીરી પ્રભાવિત થતાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ સોફ્ટવેરના રાજ્યવ્યાપી બહિષ્કારની જાહેરાત કરી છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવેએ જણાવ્યું હતું કે, PRAISA સોફ્ટવેરની સતત ટેકનિકલ ખામીઓને કારણે બનાસકાંઠા સહિત રાજ્યના લાખો શિક્ષકોના પગાર બિલ સમયસર તૈયાર થઈ શકતા નથી. પરિણામે શિક્ષકોને પોતાના જ મહેનતના વેતન માટે લાંબી રાહ જોવી પડે છે તેમજ ભારે માનસિક અને શારીરિક હાલાકીનો સામનો કરવો પડે છે. વાર્ષિક ઇન્ક્રીમેન્ટ સહિતની અન્ય મહત્વપૂર્ણ વહીવટી કામગીરી પણ અટવાઈ ગઈ છે. શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી સમક્ષ અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતા આજથી PRAISA સોફ્ટવેરનો સંપૂર્ણ બહિષ્કાર જાહેર કરાયો છે. જ્યાં PRAISAથી બિલ તૈયાર ન થાય ત્યાં SAS મારફતે બિલ બનાવી કચેરીમાં રજૂ કરવા તેમજ તાલુકા કક્ષાએ નિર્ણયનો તાત્કાલિક અમલ કરાવવા સૂચના અપાઈ છે. ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન પણ કરાશે. PRAISA અને SAS વચ્ચે શું તફાવત છે PRAISA રાજ્ય સરકારનું ઓનલાઈન માનવ સંસાધન અને પગાર વ્યવસ્થાપન સોફ્ટવેર છે, જેમાં કર્મચારીઓના પગાર બિલ, સર્વિસ રેકોર્ડ, ઇન્ક્રીમેન્ટ સહિતની કામગીરી થાય છે. જ્યારે SAS (Salary Accounting System) પગાર બિલ તૈયાર કરવાની વૈકલ્પિક વ્યવસ્થા છે. શિક્ષક સંઘે સૂચના આપી છે કે જ્યાં PRAISAમાં પગાર બિલ તૈયાર ન થઈ શકે, ત્યાં SAS મારફતે બિલ બનાવી સંબંધિત કચેરીમાં રજૂ કરવું.
    Click here to Read More
    Previous Article
    બેટ દ્વારકાના મંદિરની 200 કરોડની ઝવેરાતમાં અયોધ્યાવાળી થઈ?:40 વર્ષ પહેલાં ટ્રકમાં ખજાનો અમદાવાદ મોકલ્યો; પૂર્વ મહેતાજી પાસે હિસાબ નથી; ટ્રસ્ટીઓના ગોળગોળ જવાબ
    Next Article
    'બાબરી' માટે 300 કરોડ જોઈએ છે, મળ્યા 1.5 કરોડ:જ્યાં મસ્જિદ બનવાની હતી, ત્યાં બાળકો ક્રિકેટ રમી રહ્યા છે; 7 વર્ષમાં નકશો પણ પાસ ન થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment