Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓસ્ટ્રેલિયાના PR વીઝાના નામે ટેક્સી ડ્રાઈવર સાથે ₹12.10 લાખની ઠગાઈ:ઠગ દંપતીએ અમદાવાદ-ગાંધીનરમાં ઓફિસ હોવાનું કહી જાળમાં ફસાવ્યાં, 50 લાખમાં સોદો થયો હતો

    6 hours ago

    ગાંધીનગરના પેથાપુર ખાતે ઓલા-ઉબેર ટેક્સી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ડ્રાઈવર સાથે ઓસ્ટ્રેલિયાના PR વીઝા અપાવવાના નામે રૂ. 12.10 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ઠગ એજન્ટ દંપતીએ નકલી દસ્તાવેજો આપી અને વાયદાઓ કરીને રકમ પડાવી લેતાં પેથાપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. મંદિરમાં મુલાકાત બાદ વિશ્વાસ કેળવ્યો મૂળ ભિલોડાના નવા વણઝર ગામના વતની અને હાલ પેથાપુરમાં રહેતા ભરતપુરી અમ્રુતપુરી ગોસ્વામી અવારનવાર મોગલ માતાજીના મંદિરે દર્શનાર્થે જતા હતા. સપ્ટેમ્બર, 2025ના રોજ ત્યાં તેમની મુલાકાત જયકુમાર મુકેશભાઈ મોદી અને તેની પત્ની ઇશાબેન સાથે થઈ હતી. આ દંપતીએ ગાંધીનગર સેક્ટર-11 અને એસ.જી. હાઈવે અમદાવાદ ખાતે ઓફિસ હોવાનું જણાવી વિદેશ મોકલવાનો વ્યવસાય કરતા હોવાનો વિશ્વાસ કેળવ્યો હતો. રૂ. 50 લાખમાં સોદો અને નાણાંની ચૂકવણી દંપતીએ ફરિયાદીના ઘરે જઈ ઓસ્ટ્રેલિયા મોકલવાનો કુલ રૂ. 50 લાખમાં સોદો નક્કી કર્યો હતો. લાલચમાં આવીને ફરિયાદીએ 7 સપ્ટેમ્બર 2025ના રોજ બાનાખત પેટે રૂ. 50 હજાર આપ્યા હતા. ત્યારબાદ નોટરાઈઝ્ડ કરાર કરીને બેંક ટ્રાન્સફર અને રોકડ માધ્યમથી સગા-સંબંધીઓ પાસેથી વ્યાજે લીધેલા ટુકડે-ટુકડે કુલ રૂ. 14 લાખ દંપતીના ખાતામાં જમા કરાવ્યા હતા. નકલી પરિણામ પકડાવી આચરેલી છેતરપિંડી વિશ્વાસ જીતવા ઠગ દંપતીએ પોલીસ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ PTEની પરીક્ષા સેટિંગથી પાસ કરાવી દેવાની લાલચ આપીને એડિટ કરેલી નકલી પીડીએફ મોકલી આપી હતી. ફરિયાદીએ આઈડી-પાસવર્ડ માંગતાં ખોટો પાસવર્ડ આપી ગોળગોળ વાતો કરી હતી. ભાંડો ફૂટી જતાં ઉઘરાણીના દબાણમાં દંપતીએ માત્ર રૂ. 1.90 લાખ પરત કર્યા હતા. બાકીના રૂ. 12.10 લાખ ન આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં લાંબા વિરામ બાદ મેઘમહેર:મોડીરાતથી ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફરી વળી, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ વરસતા ખેડૂતોમાં આશા જાગી
    Next Article
    સિટી એન્કર:રાજકોટમાં હવે બ્રિજના નિર્માણ સમયે 4 પ્રકારનું તકનીકી પરીક્ષણ ફરજિયાત, રિંગ રોડના ત્રણ બ્રિજના 98 સેમ્પલ લેવાયા, 6 ફેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment