Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:રાજકોટમાં હવે બ્રિજના નિર્માણ સમયે 4 પ્રકારનું તકનીકી પરીક્ષણ ફરજિયાત, રિંગ રોડના ત્રણ બ્રિજના 98 સેમ્પલ લેવાયા, 6 ફેલ

    11 hours ago

    રાજકોટ શહેરના નવા 150 ફૂટના બીજા રિંગ રોડ ઉપર બ્રિજ નંબર 2 તથા બ્રિજ નંબર 3 અને પુલ નંબર 4 પૈકી એક બ્રિજમાં બેદરકારી સબબ બે ઈજનેરને સસ્પેન્ડ કરી કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ અધિકારીઓને નોટિસ આપી છે, પરંતુ બ્રિજમાં કોઈ ક્ષતિ થઈ નથી અને આ અંગે સ્પષ્ટતા કરી છે કે, કામગીરીની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને 4 પ્રકારનું તકનીકી પરીક્ષણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. સિટી ઇજનેરના જણાવ્યા મુજબ એક કોંક્રીટના નમૂનામાં નિર્ધારિત મજબૂતી કરતાં ઓછું પરિણામ આવે તેના આધારે સમગ્ર પુલને નિષ્ફળ કે અસુરક્ષિત ગણવું તકનીકી રીતે યોગ્ય નથી. આથી 4 પ્રકારનું તકનીકી પરીક્ષણ કરવામાં આવશે. ત્રણેય પુલની કામગીરીમાં અત્યાર સુધી કુલ 78 કોંક્રીટના નમૂના લેવામાં આવ્યા છે. તેમાંથી 72 નમૂનામાં નિર્ધારિત મજબૂતી પ્રાપ્ત થઈ છે, જ્યારે 6 નમૂનામાં નિર્ધારિત મજબૂતી કરતાં ઓછું પરિણામ નોંધાયું છે. બ્રિજના કામની વિગતો મુજબ બ્રિજ નંબર 2ના કુલ 19 નમૂનામાંથી તમામ 19 નમૂનામાં નિર્ધારિત મજબૂતી પ્રાપ્ત થઈ છે. બ્રિજ નંબર 3ના 26 નમૂનામાંથી 23 નમૂનામાં નિર્ધારિત મજબૂતી પ્રાપ્ત થઈ છે, જ્યારે 3 નમૂનામાં ઓછું પરિણામ નોંધાયું છે. બ્રિજ નંબર 4ના 33 નમૂનામાંથી 30 નમૂનામાં નિર્ધારિત મજબૂતી પ્રાપ્ત થઈ છે અને 3 નમૂનામાં ઓછું પરિણામ નોંધાયું છે. તેમજ વધુ ચોક્કસ મૂલ્યાંકનની જરૂરિયાત જણાય તો સંબંધિત બાંધકામના ભાગમાંથી કોંક્રીટનો નમૂનો કાઢીને પરીક્ષણ કરવામાં આવે છે. આ નમૂનાની મજબૂતીની માન્ય પરીક્ષણ પ્રક્રિયા મુજબ ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ બાંધકામ નિષ્ણાત દ્વારા તમામ પરીક્ષણોના પરિણામો તથા પુલના સંબંધિત ભાગની સ્થિતિનું સંકલિત તકનીકી મૂલ્યાંકન કરવામાં આવશે. જરૂર જણાય તો પુલની ભાર સહન કરવાની ક્ષમતા અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ બાદ વાસ્તવિક ખામી જણાય તો કોન્ટ્રાક્ટરના ખર્ચે કામ નવું કામ કરાશે સમગ્ર તકનીકી તપાસ બાદ જો પુલના કોઈ ભાગમાં વાસ્તવિક ખામી હોવાનું બહાર આવે, તો સંબંધિત ભાગમાં કોન્ટ્રાક્ટરના જોખમે અને ખર્ચે જરૂરી સુધારણા, દૂર કરીને પુનઃબાંધકામ અથવા અન્ય જરૂરી સુધારાત્મક કામગીરી કરાવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્થિતિ સ્પષ્ટ છે કે, માત્ર એક નમૂનાના ઓછા પરિણામના આધારે સમગ્ર પુલને ઉતાવળે નિષ્ફળ કે અસુરક્ષિત જાહેર કરવામાં નહીં આવે, પરંતુ સમગ્ર તકનીકી પ્રક્રિયા બાદ વાસ્તવિક ખામી જણાય તો તેને કોઈપણ સંજોગોમાં અવગણવામાં પણ નહીં આવે.
    Click here to Read More
    Previous Article
    ઓસ્ટ્રેલિયાના PR વીઝાના નામે ટેક્સી ડ્રાઈવર સાથે ₹12.10 લાખની ઠગાઈ:ઠગ દંપતીએ અમદાવાદ-ગાંધીનરમાં ઓફિસ હોવાનું કહી જાળમાં ફસાવ્યાં, 50 લાખમાં સોદો થયો હતો
    Next Article
    ભાસ્કર ઈમ્પેક્ટ‎:કમ્પ્લીશન સર્ટિ. નહીં હોય તો પણ હવેથી મકાનની આકારણી કરી વેરાબિલ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment