Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં લાંબા વિરામ બાદ મેઘમહેર:મોડીરાતથી ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફરી વળી, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ વરસતા ખેડૂતોમાં આશા જાગી

    7 hours ago

    રાજકોટ શહેરમાં લાંબા વિરામ બાદ ગત મોડી રાતથી ધીમીધારે મેઘમહેર શરૂ થઈ છે, જેમાં કાલાવડ રોડ, રેસકોર્સ તથા યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં રોડ ભીના થવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા એક મહિનાથી મેઘરાજા ખેંચાતા આજી, ન્યારી અને ભાદર જેવા મુખ્ય ડેમો ખાલી ખમ રહ્યા છે અને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં પાણી તેમજ ઘાસચારાની ગંભીર અછત ઊભી થવાનું જોખમ તોળાઈ રહ્યું છે, જો કે આ હળવા ઝાપટાંથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા ખરીફ પાકોને નવું જીવતદાન મળવાની આશાથી ખેડૂતોમાં રાહત વ્યાપી છે. રાજકોટમાં લાંબી ખેંચ બાદ અંતે વાતાવરણમાં પલટો આવ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી લો પ્રેશર સિસ્ટમના કારણે આ ક્ષેત્રમાં વરસાદી માહોલ આકાર લઈ રહ્યો છે. ગત મોડી રાત્રિથી રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં લાંબા સમયથી ઉકળાટ અને બફારાથી અકળાયેલા લોકોને મોટી રાહત મળી છે. શહેરના કાલાવડ રોડ, રેસકોર્સ રિંગરોડ, યુનિવર્સિટી રોડ અને નાનામૌવા રોડ સહિતના મુખ્ય માર્ગો ભીના થયા છે. વરસાદી છાંટા અને ધીમીધારના આગમન સાથે જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન રાજકોટ અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાપાલિકાના ત્રણેય ઝોન વિસ્તારમાં હળવા વરસાદી આંકડા નોંધાયા છે. મળતી માહિતી મુજબ, શહેરના સેન્ટ્રલ ઝોનમાં 4 mm, ઈસ્ટ ઝોનમાં 1 mm તેમજ વેસ્ટ ઝોનમાં 4 mm વરસાદ નોંધાયો છે. ભલે આ આંકડા પ્રમાણમાં ઓછા હોય, પરંતુ લાંબા સમયના કોરાધાકોર માહોલ બાદ શરૂ થયેલી આ મેઘમહેરે શહેરીજનોમાં નવી આશા જગાડી છે. મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ગરમીનું જોર ઘટ્યું છે. આગામી કલાકોમાં લો પ્રેશરની અસર વધુ મજબૂત બનશે તો આ ઝોનવાઇઝ આંકડાઓમાં મોટો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પડેલા આ હળવા ઝાપટાં ખાસ કરીને ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થઈ રહ્યા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી વરસાદ ખેંચાતા ખેતી ઉપર ખૂબ મોટું સંકટ ઘેરાયું છે. ચોમાસાની મોસમમાં કપાસ, મગફળી અને સોયાબીન જેવા મહત્વના ખરીફ પાકો વાવ્યા બાદ વરસાદ ગાયબ થઈ જતાં પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, વર્તમાન વરસાદી માહોલ અને આગામી દિવસોમાં સારા વરસાદની સંભાવનાથી ખેતરોમાં ઊભેલા પાકને નવજીવન મળવાની આશા જાગી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારાની જે વિકટ અને ગંભીર સમસ્યા ઊભી થઈ હતી, તેમાં પણ સુધારો આવવાની શક્યતા છે. બીજી તરફ, આ વર્ષે સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ અત્યંત ચિંતાજનક રહ્યું છે. ચોમાસાની મોસમ પૂરી થવાના આરે પહોંચી હોવા છતાં આ પ્રદેશમાં સરેરાશ વરસાદ સામે 39% જેટલી મોટી ઘટ નોંધાઈ છે. આ પરિસ્થિતિના કારણે છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હાલ વરસાદના અભાવે રાજકોટ શહેર અને જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયો જેવા કે આજી, ન્યારી અને ભાદર સહિત મોટાભાગના ડેમો હજુ સુધી ખાલી ખમ પડ્યા છે. ડેમોમાં પૂરતો જળજથ્થો સંગ્રહિત નહીં થવાને કારણે જો આગામી દિવસોમાં ધોધમાર વરસાદ નહીં પડે, તો માત્ર ગ્રામીણ વિસ્તારો જ નહીં પરંતુ રાજકોટ જેવા શહેરમાં પણ માત્ર નર્મદાનાં નીરનો આધાર રાખવો પડશે.
    Click here to Read More
    Previous Article
    ગઢડા, રાણપુર અને બરવાળામાં લાંબા વિરામ બાદ વરસાદ:શેરીઓમાં પાણી વહેતા થયા, મુરઝાતા પાકને સંજીવની મળતાં ખેડૂતોમાં ખુશી
    Next Article
    ઓસ્ટ્રેલિયાના PR વીઝાના નામે ટેક્સી ડ્રાઈવર સાથે ₹12.10 લાખની ઠગાઈ:ઠગ દંપતીએ અમદાવાદ-ગાંધીનરમાં ઓફિસ હોવાનું કહી જાળમાં ફસાવ્યાં, 50 લાખમાં સોદો થયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment