Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા, રાણપુર અને બરવાળામાં લાંબા વિરામ બાદ વરસાદ:શેરીઓમાં પાણી વહેતા થયા, મુરઝાતા પાકને સંજીવની મળતાં ખેડૂતોમાં ખુશી

    7 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. ગત રાતથી જ ગઢડા સહિત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ છવાયું છે. વરસાદ વરસતાં શહેરની મુખ્ય શેરીઓ અને રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. લાંબા સમય પછી પડેલા આ વરસાદથી સુકાતા પાકને નવું જીવન મળતાં ખેડૂત આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારો પાણી-પાણી થયા ગઢડા શહેરના ભડલી ગેટ, બોટાદનો ઝાંપો, સામાકાંઠા, બોટાદ રોડ, ટાવર રોડ, જીનનાકા અને બસ સ્ટેન્ડ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના કારણે શહેરના રસ્તાઓ ભીંજાયા હતા અને નીચાણવાળી શેરીઓમાં પાણી વહેતા થયા હતા. તાલુકાના અનેક ગામોમાં વરસાદી માહોલ શહેર ઉપરાંત ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર જોવા મળી હતી. લાખણકા, અડતાળા, ખોપાળા, માંડવધાર, રણીયાળા, ગુંદાળા અને ગોરડકા સહિતના ગામોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલથી સમગ્ર પંથકના વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે. મુરઝાતા પાકને રાહત મળતાં ખેડૂતો ખુશ છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ખેંચાતાં ખેતીના પાક મુરઝાઈ રહ્યા હતા અને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. આ સમયે પડેલા વરસાદથી પાકને મોટી રાહત મળી છે. આ વરસાદ ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તેવી આશા સાથે ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં ઝરમર વરસાદ ગઢડા ઉપરાંત બોટાદ શહેરમાં પણ હળવા વરસાદી છાંટા અને ઝરમર વરસાદ નોંધાયો હતો. આ સાથે જિલ્લાના રાણપુર અને બરવાળા પંથકમાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જળવાયેલો રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    14 થી 25 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવ:હરતાલિકા તીજ, ગણેશ ચતુર્થી અને સોમવારના યોગમાં કરો શિવ પરિવારની પૂજા, જાણો આ દિવસે કયા-કયા શુભ કાર્યો કરવા
    Next Article
    રાજકોટમાં લાંબા વિરામ બાદ મેઘમહેર:મોડીરાતથી ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફરી વળી, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ વરસતા ખેડૂતોમાં આશા જાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment