Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વધારે બોલશો તો આખા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી નાખીશ':કેનેડાના PRની જગ્યાએ વર્ક પરમિટ વિઝા આપીને આણંદની યુવતી સાથે છેતરપિંડી, ગઠિયાએ ટુકડે-ટુકડે 40.85 લાખ પડાવ્યા

    15 hours ago

    આણંદમાં રહેતી યુવતીએ પરિવાર કેનેડાના PR વિઝા માટે વિઝા કન્સલ્ટીમાં ટુકડે-ટુકડે 40.85 લાખ રૂપિયા આપ્યા હતા.યુવતીને PR વિઝાની જગ્યાએ વર્ક પરમિટ વિઝા આપવામાં આવ્યા હતા. યુવતી પાસેથી પૈસા લઈને ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી દેવાની ધમકી આપી હતી જે અંગે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સો.મીડિયા મારફતે PR વિઝા માટે કન્સલટન્સીનો સંપર્ક કર્યો હતો આણંદમાં રહેતી નેહા સિંધી નામની 36 વર્ષની યુવતીએ પતિ અને દીકરાના કેનેડા PR વિઝા માટે પરિમલ ગાર્ડન પાસે આવેલી વિઝા એક્સેપ્ટ નામની કન્સલ્ટન્સીના માલિક કવિશ કપૂરનો સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કર્યો હતો. જે બાદ નેહા અમદાવાદ ખાતે મળવા પણ આવી હતી.કેનેડા PR વિઝા માટે 6થી 8 મહિનાનો સમય અને 42 લાખ રૂપિયાનો ખર્ચ થશે એવી વાતચીત થઈ હતી. કવિશે નેહા પાસેથી શરૂઆતમાં 4. 50 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. PRની પ્રોસેસ આવી જ હોય છે, ચિંતા ન કરો જે બાદ અલગ-અલગ પ્રોસેસના ખર્ચ પેટે લાખો રૂપિયા પડાવ્યા હતા. નેહાએ બેંક અને આંગડિયા મારફતે કુલ 40.85 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.પૈસા જમવા કરાવ્યા તે બાદ નેહાને ત્રણ વર્ષના વર્ક પરમિટ વિઝા આપ્યા હતા. જેથી, નેહાએ કવિશ કપૂરને કહ્યું કે, આપણે PR માટે વાત થઈ હતી ત્યારે કવિશ કપૂરે કહ્યું કે PRની પ્રોસેસ આવી જ હોય છે, ચિંતા ન કરો. વધારે બોલશો તો તમારા પુરા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી નાખીશ નેહાએ લાંબા સમય સુધી રાહ જોઈ પરંતુ કવિશે PRવિઝા અપાવ્યા નહોતા.જ્યારે નેહાએ પૈસા પરત માંગ્યા ત્યારે કવિશે કહ્યું કે વધારે બોલશો તો તમારા પુરા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી નાખીશ.લાખો રૂપિયા લઈને પીઆર વિઝાની જગ્યાએ વર્ક વિઝા આપતા નેહાએ કવિશ કપૂર સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકોનો સ્પીડ ટ્રાયલ:40 મિનિટમાં ખેડબ્રહ્મા પહોંચી, 30 મિનિટમાં હિંમતનગર પરત ફર્યો
    Next Article
    સીજી રોડ પરની બેકરીની નાનખટાઈ ખાતા જ ઉલટીઓ થઈ:અમદાવાદમાં BEEKEY BEKARSની નાનખટાઈમાંથી જીવાત નીકળી, ગાંધીનગરના યુવકની ફૂડ વિભાગમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment