Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકોનો સ્પીડ ટ્રાયલ:40 મિનિટમાં ખેડબ્રહ્મા પહોંચી, 30 મિનિટમાં હિંમતનગર પરત ફર્યો

    17 hours ago

    સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકોનો સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. આ ટ્રાયલ દરમિયાન, ઇલેક્ટ્રિક લોકો 40 મિનિટમાં ખેડબ્રહ્મા પહોંચ્યો હતો અને પરત હિંમતનગર 30 મિનિટમાં આવ્યો હતો. આ રેલવે લાઇનનું ઉદ્ઘાટન 31 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ દ્વારા કરવામાં આવશે. હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની આ ગેજ પરિવર્તન રેલવે લાઇન પર ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા મેમુ ટ્રેન સેવા શરૂ કરવાની પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી છે. વડાપ્રધાન 31 માર્ચે વાવથી રેલવે વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ કરવાના છે. બુધવારે સવારે અમદાવાદથી ઇલેક્ટ્રિક લોકો 12.40 વાગ્યે હિંમતનગર રેલવે સ્ટેશને પહોંચ્યો હતો. ત્યારબાદ, અમદાવાદ રેલવેના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (CAO) પ્રદીપ ગુપ્તા અને CPM એસ.આર. પ્રસાદ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઇલેક્ટ્રિક લોકો ખેડબ્રહ્મા જવા રવાના થયો હતો. હિંમતનગર રેલવે સ્ટેશનથી બપોરે 1 વાગ્યે સ્પીડ ટ્રાયલ શરૂ થયો હતો. ઇલેક્ટ્રિક લોકો 90 કિમી પ્રતિ કલાકની ઝડપે 55 કિમીનું અંતર કાપીને 1.40 વાગ્યે ખેડબ્રહ્મા પહોંચ્યો હતો. ત્યાં 20 મિનિટના રોકાણ બાદ, બપોરે 2 વાગ્યે ખેડબ્રહ્માથી હિંમતનગર તરફ પરત પ્રયાણ કર્યું હતું. 110 કિમી પ્રતિ કલાકની ઝડપે 55 કિમીનું અંતર 30 મિનિટમાં કાપીને, ઇલેક્ટ્રિક લોકો બપોરે 2.30 વાગ્યે હિંમતનગર રેલવે સ્ટેશને પરત ફર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાલિકા ચૂંટણી પહેલા ભાજપની છબી ખરડાઈ:સુરત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદ માટે ઉમેદવારે ઉંમર-અટક બદલ્યાનો આક્ષેપ: અનામી પત્રએ પોલ ખોલી
    Next Article
    'વધારે બોલશો તો આખા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી નાખીશ':કેનેડાના PRની જગ્યાએ વર્ક પરમિટ વિઝા આપીને આણંદની યુવતી સાથે છેતરપિંડી, ગઠિયાએ ટુકડે-ટુકડે 40.85 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment