Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીજી રોડ પરની બેકરીની નાનખટાઈ ખાતા જ ઉલટીઓ થઈ:અમદાવાદમાં BEEKEY BEKARSની નાનખટાઈમાંથી જીવાત નીકળી, ગાંધીનગરના યુવકની ફૂડ વિભાગમાં ફરિયાદ

    14 hours ago

    શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાતો અથવા અન્ય કોઇ વસ્તુ નીકળવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે શહેરના સીજી રોડ ઉપર આવેલી BEEKEY BEKARS નામની બેકરીની નાનખટાઈમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહક દ્વારા છૂટક ખરીદેલી નાનખટાઈમાંથી જીવાતો નીકળી હતી. ગ્રાહકના મિત્રએ નાનખટાઈ ખાઈ લીધી હતી જેને કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. ખરીદી કરવામાં આવેલી તમામ નાનખટાઈ ફેંકી દેવી પડી હતી. ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ અને AMCના ફૂડ વિભાગમાં ઈમેલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી. બેકરીમાંથી નાનખટાઈ, ટોસ્ટ અને નટ બિસ્કીટ ખરીદ્યા ગાંધીનગર વિસ્તારમાં રહેતા મૌલિક પ્રજાપતિએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા નવરંગપુરા વિસ્તારમાં આવેલા સીજી રોડ પરની BEEKEY BEKARS નામની બેકરીમાંથી નાનખટાઈ, ટોસ્ટ અને નટ બિસ્કીટ ખરીદ્યા હતા. તમામ ચીજ વસ્તુઓ ઘરે લાવ્યા બાદ તેમાં નાનખટાઈ છૂટક હતી, જેને પેકિંગ કરી બેકરી તરફથી આપવામાં આવી હતી. પેકેટ ખોલતા જ નાનખટાઈમાં જીવાત નીકળી જ્યારે ઘરે લાવી અમે પેકેટ ખોલીને જોયું ત્યારે નાનખટાઈમાં જીવાત નીકળી હતી. કેટલીક જીવિત અને કેટલીક મૃત હાલતમાં જીવાતો નીકળી હતી. જેથી તેનો ફોટો અને વીડિયો લીધો હતો. ખરીદવામાં આવેલી ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળી હતી, જેને પગલે પગલે બીજા દિવસે તેને ફેંકી દીધી હતી. મિત્રએ નાનખટાઈ ખાતા જ ઉલટીઓ થઈ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાનખટાઈમાંથી જીવાત નીકળી હતી. જે તેમની નાની દીકરીએ જોઈ હતી અને થોડી ખાઈ પણ લીધી હતી. જ્યારે તેમના મિત્રએ પણ આજ નાનખટાઈ ખરીદી હતી. તે ત્રણ નાનખટાઈ ખાઈ ગયો હતો. જેના કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. જેથી તાત્કાલિક ધોરણે તેમણે તમામ નાનખટાઈ ફેંકી દીધી હતી. અમે ફૂડ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની હેલ્પલાઈનમાં જે ઇમેલ આઇડી આવેલું છે તેમાં ફરિયાદ કરી છે. આ સમાચાર પણ વાંચો રાજકોટની પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમાની કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ખાદ્ય ચીજવસ્તુઓમાં જીવ જંતુઓ મળી આવવાની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટના પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમા કેન્ટીનનો વીડિયો વાઇરલ થવા પામ્યો છે. જેમાં ગઈકાલે (19 માર્ચે) રાત્રે ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે સેન્ડવીચ પર વંદો ફરતો જોઈ વીડિયો બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદના 'Komo by Kaffa'ની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી 17 માર્ચે 2026: અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે AMCને પણ ફરિયાદ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર ₹280ના ટિફિન સાથે મળેલી છાશમાં જીવડું નીકળ્યું, VIDEO 12 માર્ચ 2026: અમરેલીની જાણીતા અવધ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે રૂ. 280નું ટિફિન મંગાવ્યું હતું. ઘરે આવીને પાર્સલ ખોલતા જ ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. જેથી ગ્રાહક ચોંકી ગયો હતો. સમગ્ર માલે ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ટોરન્ટ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદની MOCHA રેસ્ટોરન્ટમાં રોટલીની બાસ્કેટમાંથી જીવડાં નીકળ્યાં, VIDEO 4 મહિના પહેલાં અમદાવાદની સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. વેઇટર જે વાંસની બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો હતો એમાંથી જીવડાં નીકળીને ટેબલ પર ફરવા લાગ્યાં હતાં. આ મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં કે જવાબ ન મળતાં આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પગલે AMCના ફૂડ વિભાગે MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    'વધારે બોલશો તો આખા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી નાખીશ':કેનેડાના PRની જગ્યાએ વર્ક પરમિટ વિઝા આપીને આણંદની યુવતી સાથે છેતરપિંડી, ગઠિયાએ ટુકડે-ટુકડે 40.85 લાખ પડાવ્યા
    Next Article
    વડોદરામાં પોલીસ અધિકારીઓનું આશ્રમમાં સન્માન:ચેટીચંદ પર્વે શાંતિ જાળવવા બદલ વારસિયામાં ધર્મગુરુ મુકેશ સાઈના હસ્તે બહુમાન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment