Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં પોલીસ અધિકારીઓનું આશ્રમમાં સન્માન:ચેટીચંદ પર્વે શાંતિ જાળવવા બદલ વારસિયામાં ધર્મગુરુ મુકેશ સાઈના હસ્તે બહુમાન કરાયું

    12 hours ago

    વડોદરાની સંસ્કારી નગરીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદના તહેવારની અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ આશ્રમ ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્રના અભૂતપૂર્વ સહયોગને બિરદાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ અધિકારીઓનું સાલ ઓઢાડી સન્માન ચેટીચંદના મેળા, મહાભંડારા અને ભવ્ય શોભાયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક તેમજ સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ ખડેપગે રહ્યો હતો. આ સેવા બદલ ધર્મગુરુ મુકેશ સાઈના માર્ગદર્શન હેઠળ DCP ઝોન-4 એન્ડ્રુ મેકવાન, PI વાય.જી. મકવાણા અને PI ટી.એ. દેસાઈનું આશ્રમ પરિવાર દ્વારા સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભક્તિમય માહોલમાં ઉજવણી સંપન્ન આ પ્રસંગે આશ્રમમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રેલમછેલ જોવા મળી હતી. સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પોલીસ અધિકારીઓએ પણ આ સન્માન સ્વીકારી આભાર વ્યક્ત કર્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, પોલીસના સક્રિય સહકારને કારણે જ હજારોની મેદની હોવા છતાં સમગ્ર મહોત્સવ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    સીજી રોડ પરની બેકરીની નાનખટાઈ ખાતા જ ઉલટીઓ થઈ:અમદાવાદમાં BEEKEY BEKARSની નાનખટાઈમાંથી જીવાત નીકળી, ગાંધીનગરના યુવકની ફૂડ વિભાગમાં ફરિયાદ
    Next Article
    અરવિંદ કેજરીવાલ ચાર દિવસ ગુજરાતના પ્રવાસે:આજે 5 વાગે અમરેલીમાં સભા, કહ્યું- કેન્દ્ર સરકારની નીતિથી દેશને ભોગવવું પડે છે, ટ્રમ્પની ગુલામી કરવાની શું જરૂર હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment