Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ કેશલેસ સારવારનો લાભ:લાભાર્થી માટે ચોક્કસ શરતો નક્કી, PPO કે આધાર-પૂરાવામાં નામ વાચક શબ્દમાં તફાવત હશે તો પેન્શન અટકશે નહીં

    15 hours ago

    રાજ્ય સરકારે આજે બે નિર્ણય લીધા છે. જેમાં હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે રહેતા હોય તેવા ભાઈ-બહેનને પણ PMJAY હેઠળ મળતી કેશલેસ સારવારનો લાભ મળશે. તેમજ પીપીઓ બુક કે આધાર-પૂરાવાઓમાં નામમાં માનવાચક શબ્દનો તફાવત હશે તો પણ પેન્શન અટકાવાશે નહીં. નામમાં આ પ્રકારના તફાવત હશે તો પેન્શન અટકશે નહીં કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર “ભાઈ”, “કુમાર”, “દાસ”, “લાલ”, “બેન” જેવા માનવાચક શબ્દોને કારણે નામમાં થતી નાના તફાવતને ધ્યાનમાં લઈ પેન્શન ચુકવણી અટકાવવી યોગ્ય નથી. જો પી.પી.ઓ.માં નોંધાયેલ વ્યક્તિ અને આધાર-પુરાવામાં દર્શાવાયેલ વ્યક્તિ એક જ હોવાની પૂરતી ખાતરી થાય તો પેન્શનની ચુકવણી નિયમ મુજબ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ એ છે કે પેન્શન કેસોમાં નામ સુધારવાની પ્રક્રિયા લાંબી અને સમયલક્ષી હોવાથી પેન્શનરોને અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અનેક કેસોમાં માત્ર માનવાચક શબ્દોની તફાવતને કારણે પેન્શન/ફેમિલી પેન્શન અટકી જતી હતી.હવે તિજોરી કચેરીઓને સૂચના આપવામાં આવી છે કે આવી નાના તફાવત હોય છતાં જો વ્યક્તિની ઓળખ સ્પષ્ટ થાય તો પેન્શન અને એરિયર્સની ચુકવણી નિયમ મુજબ ચાલુ રાખવામાં આવે, જેથી પેન્શનરોને વિલંબ વગર લાભ મળી શકે. પરિવારના સભ્યની સારવાર અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે લેવાયેલા મહત્વ નિર્ણયની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2002 હેઠળ ‘કુટુંબ’ની વ્યાખ્યામાં સુધારો કરીને તેને વધુ વ્યાપક બનાવવામાં આવી છે. આ અંગે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. "કુટુંબ" ની વ્યાખ્યામાં સુધારો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.24 ઓગસ્ટ, 2015ના ઠરાવથી લાગુ કરેલ ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015ના નિયમ-2.2માં આપવામાં આવેલ "કુટુંબ" ની વ્યાખ્યાને બદલે તેના સ્થાને ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, 2002 ના નિયમ-9(26)માં આપવામાં આવેલ નીચે મુજબની "કુટુંબ" ની વ્યાખ્યા લાગુ પાડવાની રહેશે. નિયમમાં કરાયેલા સુધારાનો તુરંત અમલ કરાશે સરકારના નિર્ણય અનુસાર હવે સરકારી કર્મચારી સાથે રહેતા અને તેના પર આર્થિક રીતે આધારિત પરિવારના સભ્યોને સારવાર સંબંધિત લાભોમાં સમાવેશ કરવામાં આવશે. નવા સુધારા મુજબ કર્મચારી સાથે રહેતા માતા-પિતા, પત્ની અથવા પતિ, સંતાનો ઉપરાંત અન્ય નિર્ભર સભ્યોને પણ કેટલીક પરિસ્થિતિમાં લાભ મળવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સુધારા બાદ હવે સરકારી કર્મચારીઓને તબીબી સારવાર માટે મળતા લાભોમાં વધુ સ્પષ્ટતા આવશે અને નિર્ભર પરિવારના સભ્યોને પણ યોગ્ય સારવાર સુવિધાનો લાભ મળી શકશે. સરકારે જણાવ્યું છે કે નિયમોમાં કરાયેલા આ સુધારો તરત જ અમલમાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રશ્મિકા મંદાનાની પ્રાઈવેટ ઓડિયો ક્લિપ લીક!:સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં એક્ટ્રેસનો પિત્તો છટક્યો, 8 વર્ષ જૂના કન્ટેન્ટ હટાવવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
    Next Article
    અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજ પાર્ટી:વધુ એક સિંગરના પ્રેમલગ્નથી સર્જાયો વિવાદ, લગ્નની મુંઝવણમાં એન્જિનિયરનો આપઘાત; સાબરમતી નદી ખાલી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment