Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાહુલી લૂંટ કેસનો વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો:વલસાડના ઉમરગામમાં ક્રાઇમ બ્રાન્ચના નામે ધાડ પાડનાર ફેન્ટમ ગેંગનો ઉમર શેખ 8 વર્ષે પકડાયો

    8 hours ago

    વલસાડ LCB ટીમે નાહુલી લૂંટ કેસના વોન્ટેડ આરોપી ઉમર શેખને મહારાષ્ટ્રથી પકડ્યો છે. આ આરોપી ક્રાઇમ બ્રાન્ચના નામે ધાડ પાડનાર ફેન્ટમ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. આ ઘટના 8 વર્ષ પહેલા ઉમરગામના નાહુલી ગામમાં બની હતી. વર્ષ 2018માં 6 થી 7 સશસ્ત્ર લૂંટારૂઓ સફેદ ઈકો અને ગ્રે સેન્ટ્રો કારમાં આવ્યા હતા. તેમણે પોદાર સ્કૂલ પાસે રહેતા અંકુરભાઈ મનુભાઈ પટેલ અને તેમના પરિવારને બંધક બનાવ્યા હતા. લૂંટારૂઓ ઘરમાંથી 67 તોલા સોનાના દાગીના (રૂ. 10.05 લાખ), રૂ. 1.15 લાખ રોકડા અને રૂ. 5,000નો ઓપો મોબાઈલ ફોન લઈ ગયા હતા. કુલ રૂ. 11.25 લાખની લૂંટ થઈ હતી. LCBને ગુપ્ત માહિતી મળી હતી કે ઉમર શેખ મહારાષ્ટ્રમાં છુપાયેલો છે. આ માહિતીના આધારે ટીમે દરોડો પાડી તેને પકડી પાડ્યો. LCBએ આરોપીને ભીલાડ પોલીસને સોંપ્યો છે, જે આગળની તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં ફ્લોરિડાના કિનારે ઇસાયસ વાવાઝોડું ત્રાટક્યું:170 કિમીની ઝડપે પવન ફૂંકાયો, 7 લાખ ઘરની વીજળી બંધ
    Next Article
    30 દેશોનું ડેલિગેશન સંસ્કારી નગરીની મુલાકાતે:લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાણી સાથે વિદેશી મહેમાનોની ખાસ મુલાકાત;નવરાત્રી મહોત્સવમાં જોડાઈ ગરબા નિહાળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment