Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના મહેમદપુરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ:એક પેડ મા કે નામ 3.0 અંતર્ગત વૃક્ષારોપણ, રાજ્યપાલે ઝાડૂ પકડી શ્રમદાન કર્યું

    12 hours ago

    પાટણ તાલુકાના મહેમદપુર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. પ્રકૃતિ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપતા રાજ્યપાલે ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ ગ્રામજનો, સફાઈકર્મીઓ, લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે હાથમાં ઝાડૂ લઈને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું હતું. 1 હેક્ટર ગોચર જમીન પર વૃક્ષારોપણ પાટણ જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું મહેમદપુર ગામે ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા ગામની 1 હેક્ટર ગોચર જમીન પર ‘એક પેડ મા કે નામ 3.0’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજ્યપાલે ઉમરાનો છોડ રોપ્યો હતો, જ્યારે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવા સહિત અધિકારીઓ અને ગ્રામજનોએ 20થી વધુ જાતિના ફળાઉ તેમજ અન્ય વૃક્ષો વાવ્યા હતા. વૃક્ષ વાવ્યા બાદ બે વર્ષ સુધી જતન જરૂરી: રાજ્યપાલ ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલે ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષો આપણને ઓક્સિજન, ફળ અને છાંયડો આપે છે. માત્ર વૃક્ષ વાવવાથી જવાબદારી પૂર્ણ થતી નથી, પરંતુ વાવેલા વૃક્ષનું ઓછામાં ઓછા બે વર્ષ સુધી બાળકની જેમ જતન કરવું જરૂરી છે. તેમણે દરેક વૃક્ષને પરિવારના સભ્યની જેમ ઉછેરવા અને ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાનને જનઆંદોલન બનાવવા અપીલ કરી હતી. રાજ્યપાલે ઝાડૂ પકડી સ્વચ્છતા અભિયાનમાં કર્યું શ્રમદાન વૃક્ષારોપણ બાદ ‘સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ’ના સંકલ્પ સાથે રાજ્યપાલે મહેમદપુરમાં સ્વચ્છતા અભિયાનમાં સક્રિય શ્રમદાન કર્યું હતું. તેમણે ગ્રામજનો, સફાઈકર્મીઓ, લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે હાથમાં ઝાડૂ લઈને સફાઈ કરી હતી. રાજ્યપાલે જણાવ્યું હતું કે સફાઈ કરવાથી કોઈનો હોદ્દો નાનો થતો નથી અને ગામને સ્વચ્છ રાખવું દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે. સ્વચ્છતાથી બીમારીઓ અને દવાનો ખર્ચ ઘટે: રાજ્યપાલ રાજ્યપાલે સ્વચ્છતાના મહત્વ અંગે જણાવ્યું હતું કે ગામમાં સ્વચ્છતા જાળવવાથી વિવિધ બીમારીઓથી બચી શકાય છે અને દવાના ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે. તેમણે વડોદરા જિલ્લાના ગામોના સ્વચ્છતાના ઉદાહરણો આપીને મહેમદપુરને પણ સ્વચ્છતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનાવવા ગ્રામજનોને હાકલ કરી હતી. આ પ્રસંગે ગામના સફાઈકર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મહેમદપુરને આદર્શ ગામ બનાવવા અપીલ રાજ્યપાલે મહેમદપુર ગામની સમરસતા તેમજ યુવા સરપંચની પસંદગીની પ્રશંસા કરી હતી. તેમણે ગામને વધુ વિકસિત કરીને આદર્શ ગામ તરીકે ઉભું કરવા ગ્રામજનોને અપીલ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જીનલબેન પટેલ, જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી, સરપંચ રોહિત દેસાઈ, અગ્રણી રમેશ સિંધવ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જર્મનીમાં નવા હિટલરનો ઉદય:કટ્ટરવાદી અને સ્કૂટર પર ફરનાર યુવાને ઊથલપાથલ મચાવી, બીજા વિશ્વયુદ્ધ પછી ફરી નાઝી યુગના ભણકારા, આખું યુરોપ ધ્રૂજ્યું
    Next Article
    વરસાદની ઘટ વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ખેડૂતોને રાહત:અમરેલી, ભાવનગર અને જામનગરના ધ્રોલમાં વરસાદ, 12મીથી ધોધમાર વરસાદની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment