Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજ પાર્ટી:વધુ એક સિંગરના પ્રેમલગ્નથી સર્જાયો વિવાદ, લગ્નની મુંઝવણમાં એન્જિનિયરનો આપઘાત; સાબરમતી નદી ખાલી કરાશે

    13 hours ago

    ભાઈ-બહેનોને પણ મળશે મેડિકલ સુવિધા રાજ્ય સરકારના કર્મચારીઓ પર નિર્ભર ભાઈ-બહેનોને પણ હવે મેડિકલ સારવારનો લાભ લઈ શકશે..અત્યાર સુધી માત્ર માતા-પિતા અને સંતાનોને જ લાભ મળતો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાડી દેશોના યુદ્ધ વચ્ચે સી ફૂડ નિકાસ પર અસર અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાતના સીફૂડ નિકાસ પર અસર પડી. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં નિકાસ માટેના શિપિંગ કન્ટેનરના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે વિદેશથી આવતા કન્ટેનરોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાબરમતી નદીને પહેલી એપ્રિલથી ખાલી કરાશે સાબરમતી નદીને પહેલી એપ્રિલથી 15 જૂન સુધી ખાલી કરવામાં આવશે.. 15મી જૂન સુધી સાબરમતી નદી ખાલી કરાશે..સુભાષબ્રિજનું સ્ટ્રક્ચર તોડવાનું હોવાથી અને વાસણા બેરેજના 18 દરવાજા નવા નાખવાના હોવાથી નદી ખાલી કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હવે કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદમાં સિંગર કિંજલ દવે, આરતી સાંગાણી બાદ હવે કિંજલ રબારી પણ પ્રેમલગ્નને લઈને વિવાદમાં.. પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા બાદ વીડિયો બનાવી પોલીસ પ્રોટેક્શનની માગ કરી. કહ્યું, મને કે પતિને કંઈ થશે તો પરિવાર જવાબદાર રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંબાજી મંદિરના ભંડારામાં દારુ-નોનવેજની પાર્ટી જૂનાગઢના ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી કરાઈ.જ્યાં માતાજીને પ્રસાદ તૈયાર થાય છે તે સ્થળને જ અપવિત્ર કરનાર 10 પૂજારી સહિત 11ની હકાલપટી કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ફાયર વિભાગની ત્રણ ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી.. આખી બિલ્ડિંગ ખાલી કરી તપાસ હાથ ધરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 15 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપ્યો મહેસાણાના લાઘણજમાં 15 વર્ષની સગીરાએ 108માં બાળકને જન્મ આપ્યો. મજૂરીકામ કરતી માતાની દીકરીની એકલતાનો લાભ લઈ યુવકે 6 મહિના સુધી તેને હવસનો શિકાર બનાવી હતી. સાત માસે સગીરાએ બાળકને જન્મ આપ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો LTના એન્જિનિયરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી વડોદરામાં એલ ટીના એન્જિનિયરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો...લગ્ન સંબંધિત મૂંઝવણને કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાંજો વેચવા માટે ફ્લેટ ભાડે લીધો રાજકોટના યુવકે ગાંજો વેચવા ગાંધીનગરમાં મહિને 90 હજારના ભાડાનો લક્ઝુરિયસ ફ્લેટ રાખ્યો હતો..પોલીસે 26 લાખનો ગાંજો, બે આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો જપ્ત કરી આરોપીને ઝડપી પાડ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 42 ડિગ્રી સાથે રાજકોટ બન્યું સૌથી ગરમ શહેર માર્ચની શરુઆતમાં જ ગુજરાતમાં અગનવર્ષા.42 ડિગ્રી સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું..9 શહેરોમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ કેશલેસ સારવારનો લાભ:લાભાર્થી માટે ચોક્કસ શરતો નક્કી, PPO કે આધાર-પૂરાવામાં નામ વાચક શબ્દમાં તફાવત હશે તો પેન્શન અટકશે નહીં
    Next Article
    જામનગર મહાનગરપાલિકામાં આજથી વહીવટદાર શાસન શરૂ:પદાધિકારીઓના વાહનો જમા, નેમપ્લેટ દૂર; વહીવટદારે સત્તા સંભાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment