Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મહાનગરપાલિકામાં આજથી વહીવટદાર શાસન શરૂ:પદાધિકારીઓના વાહનો જમા, નેમપ્લેટ દૂર; વહીવટદારે સત્તા સંભાળી

    12 hours ago

    ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની મુદત પૂર્ણ થતાં જામનગર મહાનગરપાલિકામાં આજથી વહીવટદાર શાસન લાગુ પડી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત આરતી કંવરે જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. આ સાથે જ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક અને વિપક્ષના નેતા સહિતના તમામ પદાધિકારીઓની ચેમ્બર પરથી નેમપ્લેટ દૂર કરવામાં આવી છે. હવે કોઈ પણ પદાધિકારી પોતાની ખુરશી પર બેસીને વહીવટ કરી શકશે નહીં. વધુમાં, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક જૂથના નેતા અને વિરોધ પક્ષના નેતા સહિતના કુલ પાંચ સરકારી વાહનોને ગ્રાઉન્ડ કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. વહીવટદાર આરતી કંવર જામનગરના મેયરની ચેમ્બરમાંથી આગળની વહીવટી કાર્યવાહી હાથ ધરશે.
    Click here to Read More
    Previous Article
    અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજ પાર્ટી:વધુ એક સિંગરના પ્રેમલગ્નથી સર્જાયો વિવાદ, લગ્નની મુંઝવણમાં એન્જિનિયરનો આપઘાત; સાબરમતી નદી ખાલી કરાશે
    Next Article
    વાપી રેલવે સ્ટેશન પરથી મોબાઇલ ચોર ઝડપાયો:સૂતેલા મુસાફરના ખિસ્સામાંથી ફોન કાઢી ચાલતી પકડી; રેલવે પોલીસે ઝડપ્યો; CCTV

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment