Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરને સાધન સહાય અપાઈ:કન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ કંપનીએ CCTV કેમેરા, કમ્પ્યુટર સહિતની વસ્તુઓ આપી

    1 day ago

    ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરને કન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ લિમિટેડ, સાયખા દ્વારા વિવિધ સાધન-સુવિધાઓ આપવામાં આવી છે. આ સહાય હિંસાનો ભોગ બનેલી મહિલાઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ આપવા માટે છે. કંપની છેલ્લા બે વર્ષથી સેન્ટરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તબક્કાવાર સહાય આપી રહી છે. વર્ષ 2025-26 દરમિયાન CCTV કેમેરા, આંતરિક રંગકામ, ટાઈલ્સ રિપ્લેસમેન્ટ ઉપરાંત સ્ટીલના વાસણો, ખુરશીઓ, પાણીનું ડિસ્પેન્સર, એરકુલર, સ્ટીલની તિજોરી, ટેબલ ફેન અને રમતગમતની સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. ચાલુ વર્ષ 2026-27માં કોમ્પ્યુટર સિસ્ટમ, બેડ, મિક્સર ગ્રાઇન્ડર, સ્ટોરેજ લોકર, સિલાઈ મશીન, પંખા, ખુરશીઓ, વોટર ગીઝર, એરકુલર, બાળક માટેનું પારણું તેમજ માઈક-સ્પીકર સહિતની વિવિધ ઉપયોગી સામગ્રી સેન્ટરને સોંપવામાં આવી. સખી વન સ્ટોપ સેન્ટર હિંસાનો ભોગ બનેલી મહિલાઓને એક જ સ્થળે આશ્રય, તબીબી અને પોલીસ સહાય, કાયદાકીય માર્ગદર્શન તેમજ કાઉન્સેલિંગ જેવી સેવાઓ આપે છે. ભરૂચની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સેન્ટરનું સંચાલન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારી અસ્મિતાબેન અને સેજલ પ્રજાપતિ, સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક વૈશાલી ચાવડા હાજર રહ્યા. કન્સાઈ નેરોલેક પેઈન્ટ્સના CSO પરેશ પટેલ, EHS મેનેજર મિલનકુમાર માકડિયા, પ્રોડક્શન ઓફિસર દિનેશ તાઢા, HR ઓફિસર ટ્વિંકલ પરમાર, EHS ટ્રેઇની વૈભવી પરમાર અને વેન્ડર ઈરફાનભાઈ પણ ઉપસ્થિત હતા.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદી અને ટ્રમ્પની ફોન પર વાતચીત:સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ આગળ વધારવા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ; શાંતિ તથા સુરક્ષાના પ્રયાસો પર સહમતિ
    Next Article
    લોકો ઘરે ન પહોંચે ત્યાં સુધી પોલીસ રોડ પર રહેશે:નવરાત્રીમાં દરેક ગરબા આયોજકોએ CCTV લગાવવા પડશે, AI ટેકનોલોજીથી ભાગદોડ ન થાય એવી વ્યવસ્થા ગોઠવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment