Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્માષ્ટમીએ દ્વારકા દર્શન કરીને જતાં યુવકોને અકસ્માત નડ્યો:ઓખા મઢી ટોલનાકા પાસે ઊભેલી નવીનકોર કિયા કારમાં બાઈક ઘૂસ્યું, 2ની હાલત ગંભીર, હોસ્પિટલ ખસેડાયા

    9 hours ago

    આજે 5 સપ્ટેમ્બરે દ્વારકાના ઓખા મઢી પાસે આવેલા ટોલનાકા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં રોડ પર ઊભેલી એક બંધ કારની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલું બાઈક ધડાકાભેર ઘૂસી જતાં મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ટોલનાકાની ટીમની માનવતા દાખવી અકસ્માતની આ ઘટનાની જાણ થતાં જ ઓખા મઢી ટોલનાકાના મેનેજર પબુભા કજરા અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમણે ભારે જહેમત અને સમયસૂચકતા દાખવીને ત્વરિત એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી અને ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. સમયસર સહાય મળવાના કારણે યુવાનોને તાત્કાલિક તબીબી સહાય ઉપલબ્ધ થઈ શકી હતી. યુવાનો જન્માષ્ટમીના દર્શન કરીને જતા હતા પ્રાથમિક માહિતી અનુસાર, આ ઇજાગ્રસ્ત યુવાનો પવિત્ર તહેવાર જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા દર્શન કરવા માટે આવ્યા હતા અને દર્શન પૂર્ણ કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ કમનસીબ અકસ્માત સર્જાયો હતો. હાલની પ્રાથમિક વિગતો મુજબ બાઈક પર કુલ ત્રણ લોકો સવાર હોવાનું મનાઈ રહ્યું છે, જો કે બાઈક સવાર ચોક્કસ સંખ્યા અંગેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય યુવાનોમાંથી બે યુવાનોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેમના પર હોસ્પિટલમાં વિશેષ સારવાર ચાલી રહી છે. સ્થાનિક પોલીસ દ્વારા આ માને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સિલાઈ મશીન હટાવા ગયો ને કરંટ લાગતા ઢળી પડ્યો, CCTV:2 મહિના પહેલા જ લગ્ન થયા'તા, સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની રાતે કલાકમાં જ કરંટ લાગવાથી અલગ અલગ 3 યુવાનના મોત
    Next Article
    કેદારનાથમાં વડોદરાના ભક્તોએ સજાવી શ્રીકૃષ્ણની પાલખી:વર્ષો જૂની પરંપરા મુજબ જન્માષ્ટમીની ઉજવણી; શિવધામ 'જય શ્રીકૃષ્ણ'ના નાદથી ગૂંજી ઊઠ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment