Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લસકાણામાંથી પિસ્તોલ સાથે શખ્સ પકડાયો:પોલીસે તપાસ કરતા બેગમાંથી પાર્સલ મળ્યું, તેમાં સંતાડી રાખી'તી;આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

    2 days ago

    સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત સક્રિય બની રહી છે. આ જ ક્રમમાં સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે ગેરકાયદેસર હથિયાર (પિસ્તોલ) સાથે એક યુવકની ધરપકડ કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ રીતે પોલીસે તપાસ કરીને પિસ્તોલ સાથે પક઼્ડ્યો લસકાણામાં પોલીસને બાતમી મળી હતી શહેરમાં અસામાજિક તત્વો પર અંકુશ મેળવવા, ગેરકાયદેસર હથિયારો રાખતા, વેચાણ કરતા તેમજ પ્રજામાં ખોટો રોફ જમાવીને ભયનું વાતાવરણ ઊભું કરતા ઈસમોને શોધી કાઢવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન અને સૂચનાના આધારે લસકાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોતાની હદમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે આ વિસ્તારમાંથી પસાર થવાનો છે. પિસ્તોલ સાથે મુંબઈનો યુવક દબોચાયો બાતમીને ગંભીરતાથી લઈને પોલીસે લસકાણા સ્વામિનારાયણ મિશન સ્કૂલથી વાવ તરફ જતા જાહેર રોડ પર, ખાસ કરીને રેલવે ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળા વર્ણન અને શંકાના આધારે પોલીસે એક યુવકને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીની પૂછપરછ અને તપાસ દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી હતી. પકડાયેલા આરોપીની પ્રાથમિક વિગતો મુજબ તેનું નામ આશીષ રાકેશભાઈ વિશ્વકર્મા છે, જેની ઉંમર 18 વર્ષ 9 દિવસ છે અને તે હાલ અભ્યાસ કરે છે. તેનું મૂળ સરનામું કુર્લા વેસ્ટ, મુંબઈ હોવાનું જાણવા મળ્યું છે. હથિયાર કોની પાસેથી મેળવ્યું તે તપાસ શરૂ આરોપી પાસે કોઈપણ પ્રકારના વૈધ લાયસન્સ કે પરવાનગી વિના ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર મળી આવતા પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી. આ મામલે લસકાણા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની સંબંધિત કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીના અગાઉના ગુનાહિત ઈતિહાસ અને આ હથિયાર તેણે કોની પાસેથી મેળવ્યું હતું તથા કયા હેતુસર સુરત લાવ્યો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં કોઈપણ વ્યક્તિ કાયદો હાથમાં ન લે અને ગુનાખોરી આચરનાર સામે ત્વરિત અને સખત પગલાં લેવાય તે માટે પોલીસનું આ ઓપરેશન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે. સુરત પોલીસની આ સરાહનીય કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ દ્રઢ બની છે.
    Click here to Read More
    Previous Article
    દિલજીત દોસાંઝ બોલ્યો- 'જય માતાજી, જય ગિરનારી':ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાના દર્શન કર્યા, કહ્યું- 'હું તો સીડીથી ચડીને આવવા માગતો હતો'
    Next Article
    સિદ્ધપુર તાલુકાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું:સગાઈની ના પાડતા માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી; 2 શખ્સો સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment