Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પંચાયત' સીઝન-5 પ્રાઇમ પર 3 ડિસેમ્બરે રિલીઝ થશે:સચિવ અને બનરાકસ વચ્ચે ખેંચતાણ જોવા મળશે; 5 OTT સીઝન ધરાવતી બીજી ભારતીય સિરીઝ

    2 days ago

    પ્રાઇમ વીડિયોએ બુધવારે ‘પંચાયત’ની સિઝન 5ની રિલીઝ તારીખની જાહેરાત કરી. આ સિઝન 3 ડિસેમ્બરથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. રિલીઝ બાદ ‘પંચાયત’ પાંચ સિઝન પૂર્ણ કરનારી ભારતની બીજી વેબ સિરીઝ બની જશે. TVFની જ વેબ સિરીઝ ‘ગુલ્લક’ OTT પર પાંચ સિઝન પૂર્ણ કરનારી ભારતની પહેલી સિરીઝ છે. આ પારિવારિક કોમેડી-ડ્રામા સોની લિવ પર સ્ટ્રીમ થાય છે. તેની પહેલી સિઝન 2019માં રિલીઝ થઈ હતી. પંચાયતની નવી સિઝનમાં નવી વાર્તા સાથે દર્શકો ફરી ફુલેરા ગામ અને સચિવજી સાથે પરત ફરશે. શોમાં ગામની રાજનીતિ, બદલાતા સંબંધો અને હળવું-ફૂલકું હાસ્ય જોવા મળશે. શોમાં સચિવ અને બનરાકસ વચ્ચેની ખેંચતાણ પણ જોવા મળશે. ફુલેરાને નવા પ્રધાન મળ્યા છે અને બનરાકસ એટલે કે ભૂષણ નવા સરપંચ તરીકે શું કરશે, એ જ આ સિઝનનો મોટો સવાલ છે. આ કલાકારો પરત ફરશે પંચાયત સીઝન 5નું નિર્માણ ધ વાયરલ ફીવર (TVF)એ કર્યું છે. સિરીઝમાં જિતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, સુનીતા રાજવર, ફૈઝલ મલિક, ચંદન રોય, દુર્ગેશ કુમાર અને અશોક પાઠક જોવા મળશે. શોનું નિર્દેશન દીપક કુમાર મિશ્રાએ કર્યું છે. તેના ક્રિએટર્સ દીપક કુમાર મિશ્રા, ચંદન કુમાર અને અરુણાભ કુમાર છે. 2020માં પંચાયતની વાર્તા શરૂ થઈ હતી પંચાયતની પહેલી સીઝન 3 એપ્રિલ 2020ના રોજ પ્રાઇમ વીડિયો પર આવી હતી. તેમાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અભિષેક ત્રિપાઠીની વાર્તા દર્શાવવામાં આવી હતી. સારી નોકરી ન મળતાં તે ઉત્તર પ્રદેશના કાલ્પનિક ગામ ફુલેરામાં પંચાયત સચિવની નોકરી કરવા પહોંચે છે. શહેરમાં ઉછરેલા અભિષેક માટે ગામનું વાતાવરણ નવું હોય છે. તે ગામના લોકો, તેમની સમસ્યાઓ અને પંચાયતના રાજકારણ વચ્ચે પોતાની નોકરી કરે છે. સાથે જ તેનું સપનું MBA કરીને વધુ સારી નોકરી મેળવવાનું છે. પહેલી સીઝનને મળેલા સારા પ્રતિસાદ બાદ બીજી સીઝન 2022માં આવી. ત્રીજી સીઝન 2024માં અને ચોથી સીઝન જૂન 2025માં રિલીઝ થઈ. હવે પાંચમી સીઝન લગભગ દોઢ વર્ષ બાદ દર્શકો સમક્ષ આવશે. પંચાયત 2ને મળ્યો હતો પહેલો IFFI OTT એવોર્ડ સિરીઝને દર્શકો સાથે પુરસ્કારો પણ મળ્યા છે. નવેમ્બર 2023માં ગોવામાં યોજાયેલા 54મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)માં પંચાયત 2ને બેસ્ટ વેબ સિરીઝનો પહેલો OTT એવોર્ડ આપવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલય અનુસાર, આ પુરસ્કાર માટે 15 OTT પ્લેટફોર્મની 10 ભાષાઓની 32 સિરીઝ પસંદ કરવામાં આવી હતી. તેમાંથી ચાર સિરીઝને અંતિમ નૉમિનેશન મળ્યું હતું. ચોથા સીઝને વ્યૂઅરશિપનો રેકોર્ડ બનાવ્યો હતો પ્રાઇમ વીડિયોના જણાવ્યા અનુસાર, પંચાયતની ચોથી સિઝનને રિલીઝના પહેલા અઠવાડિયામાં 180થી વધુ દેશોમાં જોવામાં આવી હતી. તે 42થી વધુ દેશોમાં પ્લેટફોર્મની ટોપ-10 ટ્રેન્ડિંગ લિસ્ટમાં સામેલ થઈ હતી. ભારતમાં તે 95% પિન કોડ સુધી પહોંચી હતી. પ્લેટફોર્મે તેને સિરીઝની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ સિઝન પણ ગણાવી હતી. પ્રાઇમ વીડિયો અને TVFનું નિવેદન પ્રાઇમ વીડિયો ઇન્ડિયામાં SVOD કન્ટેન્ટ એક્વિઝિશનના ડિરેક્ટર અને હેડ મનીષ મેન્ઘાણીએ પંચાયત 5ને લઈને કહ્યું, “કેટલીક વાર્તાઓ સમય જતાં આપણા જીવનનો હિસ્સો બની જાય છે. પંચાયત પણ એવી જ એક વાર્તા છે.” તેમણે કહ્યું, “ભારતની સૌથી સફળ અને ઓળખીતી ફ્રેન્ચાઇઝીમાં સામેલ આ સિરીઝનું પાંચમી સિઝન સાથે પરત ફરવું ગર્વની વાત છે. આ ઉપલબ્ધિ તેની ખાસ સફર અને દર્શકો સાથેના સતત જોડાણને દર્શાવે છે.” ધ વાયરલ ફીવર (TVF)ના પ્રેસિડેન્ટ વિજય કોશીએ કહ્યું કે દર્શકોએ ફુલેરા અને તેના લોકોને જે પ્રેમ આપ્યો છે, તેનાથી તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. કોશીએ કહ્યું, “સીઝન 5માં અમે આ લોકપ્રિય કલાકારસમૂહની વાર્તાને આગળ વધારીશું. નવી પડકારો, બદલાતા સંબંધો અને અચાનક આવતાં વળાંકો ગામડાના જીવનનાં નવા પાસાં દર્શાવશે.” તેમણે આગળ કહ્યું, “પંચાયત OTT પર પાંચમી સીઝન સુધી પહોંચનારા ભારતના માત્ર બે શોમાંથી એક છે. પ્રાઇમ વીડિયોના સતત સહયોગ વિના આ સિદ્ધિ શક્ય ન બની હોત.”
    Click here to Read More
    Previous Article
    સુરતમાં દિવયાંગ વકીલ પર હુમલો, CCTV:પાડોશમાં રહેતા શખસે ચપ્પુના ઉપરાછાપરી ચાર ઘા માર્યા, લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયા
    Next Article
    ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પહોંચ્યા:શી જિનપિંગ સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા, પુતિનને 13 વર્ષમાં 50મી વખત મળ્યા જિનપિંગ, ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું- પુતિન મારા જૂના મિત્ર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment