Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજુ ચાર દિવસ હીટવેવ:13મીએ અરબી સમુદ્રમાં ચક્રવાતને પગલે 50 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે

    3 days ago

    એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદમાં અગનભઠ્ઠી જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રવિવારે સવારે 11 વાગ્યે જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જેને કારણે શહેરમાં દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ હતી. આગામી 4 દિવસ દરમિયાન હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યો છે. હવામાન વિશેષજ્ઞ એ. ટી. દેસાઈના જણાવ્યાનુસાર, એકસાથે સક્રીય થયેલી ચાર સિસ્ટમથી શહેરમાં હીટવેવ રહેશે. પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફથી ગરમ અને સૂકા પવન, એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશન, પવનની ગતિ ઓછી થતા અને શહેરમાં ‘અર્બન હીટ આઇલેન્ડ’ની અસર વર્તાઈ રહી છે. 13 મેએ અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રીય થતાં 50 કિલોમીટરની ગતિના પવન ફૂંકાઈ શકે છે. ભાસ્કર નોલેજ : અર્બન હીટ આઈલેન્ડ શું છે? શહેરમાં કોંક્રીટના રસ્તા, ઇમારતો, વાહનો અને એસીના ઉત્સર્જનને લીધે ગરમી પાછી ફેંકાય છે, જેને ‘અર્બન હીટ આઈલેન્ડ’ કહે છે. આ સ્થિતિમાં તાપમાન અચાનક વધે છે, પણ અર્બન હીટ આઇલેન્ડની અસરથી ઝડપથી ઘટતું નથી, જેથી મોડી રાત સુધી ગરમી, બફારો રહે છે. ઇન્ડસ્ટ્રી, ઓછાં વૃક્ષ, ખુલ્લા વિસ્તારો આ કેટેગરીમાં આવી શકે. શહેરના 13 વિસ્તારમાં અર્બન હીટ આઈલેન્ડની અસર એટલે કે અહીં અન્ય વિસ્તારો કરતાં 3 ડિગ્રી વધુ ગરમી શહેરના 13 વિસ્તારોમાં હીટ હોટ સ્પોટ જાહેર કરાઈ છે. એટલે કે અહીં અન્ય વિસ્તારો કરતાં બેથી ત્રણ ડિગ્રી વધુ તાપમાન રહે છે. મ્યુનિ.ની એજન્સી આ વિસ્તારોનું મેપિંગ કરી રહી છે. તેમાંય ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ, ચાંદખેડામાં એચબીકે સ્કૂલ પાસે, મકતમપુરામાં બાદરાબાદ, લાંભામાં એપોલો ઇન્ટર. સ્કૂલ તથા અસલાલી સર્કલ વિસ્તાર 15 દિવસમાં ત્રણ વખત સૌથી ગરમ રહ્યા હતા. રવિવારનું દર કલાકનું તાપમાન શહેરના આ હીટ હોટસ્પોટ
    Click here to Read More
    Previous Article
    લ્યો બોલો!:60 હજાર પગાર લેતા 15થી વધુ નાયબ મામલતદાર પાસે 3 માસથી કામ જ નથી
    Next Article
    મ્યુનિ.ના નાણાં વિભાગની બેદરકારી છતી થઈ:વેલ્ફેર લોન વસૂલ્યા વિના 73 કર્મચારીઓને નિવૃત્તિના લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment