Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદારબાગ પમ્પિંગ સ્ટેશનમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ:ઝાંઝરડા રોડ અંડરબ્રિજ સુધી પાણીની રેલમછેલમ, વોટર વર્ક શાખા અધિકારીઓ મૌન

    14 घंटे पहले

    ​આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં પૂરતો વરસાદ ન પડતાં એક તરફ આગામી સમયમાં પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર પાસે પાણી વિતરણ વ્યવસ્થાને લઈને કોઈ નક્કર આયોજન કે પ્લાન ન હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે રાતના સમયે સરદારબાગ ખાતે આવેલા મહાનગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનમાંથી બેફામ રીતે પાણીનો વેડફાટ થતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેનાથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. વહેતું પાણી સીધુ ઝાંઝરડા રોડ પરના અંડરબ્રિજ સુધી પહોંચી ગયું હતું ​સરદારબાગ ખાતે આવેલા મહાનગરપાલિકા સંચાલિત પમ્પિંગ સ્ટેશનમાંથી પાણીના ધોધ બેફામ રીતે વહ્યા હતા અને લાખો લિટર પાણી વ્યર્થ વહી ગયું હતું. પાણીનો પ્રવાહ અને વેડફાટ એટલો બધો વધુ હતો કે, પમ્પિંગ સ્ટેશનમાંથી વહેતું પાણી સીધુ ઝાંઝરડા રોડ પરના અંડરબ્રિજ સુધી પહોંચી ગયું હતું. પમ્પિંગ સ્ટેશનથી લઈને ઝાંઝરડા રોડ સુધીના વિસ્તારમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી છતાં સ્થળ પર કે તંત્રના સ્તરે કોઈ તાત્કાલિક અટકાવવાની કાર્યવાહી ન દેખાતાં મહાનગરપાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પાણીના વેડફાટ મામલે અધિકારીઓ મૌન રહ્યા ​આ સમગ્ર ઘટના અંગે જૂનાગઢ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચાવડા સાથે સંપર્ક કરી વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે, જાણે કે તેમને આ સમગ્ર મામલાની પહેલેથી જ જાણ થઈ ગઈ હોય તેમ દર વખતની જેમ આ વખતે પણ તેમણે પાણીના વેડફાટ મામલે કંઈ પણ બોલવાને બદલે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. અધિકારી અલ્પેશ ચાવડાએ ફોન કોલ રીસીવ કર્યો ન હતો, જેના કારણે તંત્રની બેદરકારી અને જવાબદારી ટાળવાના વલણ સામે સ્થાનિકોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નારીચોકડી પાસેથી હોટલ સંચાલકનું અપહરણ, ₹5 લાખની ખંડણી માંગી:રેતીની લીઝના હિસાબની અદાવતમાં વેપારીને ગોંધી રાખ્યો, ઢીકાપાટુનો માર માર્યો; હોટલમાં તોડફોડ
    Next Article
    બોટાદમાં ડમ્પિંગ સાઈટના વિવાદમાં કલેક્ટરે નગરપાલિકાને GPCB હેઠળ નોટિસ ફટકારી:જૂના અને નવા કચરાના નિકાલ માટે સમયમર્યાદા સાથેનો એક્શન પ્લાન પણ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment