Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિક્રમા પૂર્ણ કરી ગિરનાર પર્વત પર ઉમટી યાત્રાળુઓની ભારે ભીડ:ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી યાત્રાળુઓ પર્વત પર પહોંચ્યા, સીડીઓ પર ઉમટી ભારે ભીડ

    14 घंटे पहले

    ​જૂનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમા તા. 20 મીએ વહેલી શરૂ કરી દેવામાં આવી હતી, ત્યારે લાખો લોકોએ પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધી પરિક્રમા પૂર્ણ કરી છે અને હજુ પણ ઘણા લોકો પરિક્રમા રૂટ પર ચાલી રહ્યા છે. વહેલા પરિક્રમા પૂર્ણ કરનાર યાત્રાળુઓ હાલ ગિરનાર પર્વત પર ભારે ભીડ સાથે જોવા મળી રહ્યા છે. ઘણા યાત્રાળુઓ રોપવે મારફત તો ઘણા સીડી ચડીને ગિરનાર પર્વત પર મા અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા મોટી સંખ્યામાં જઈ રહ્યા છે, જેના કારણે ગિરનાર પર્વતની સીડીઓ પર ભારે ભીડ જોવા મળી રહી છે. યાત્રાળુઓએ તંત્રની સુવિધા તેમજ પોલીસ અને વન વિભાગની કામગીરીને બિરદાવી છે, જ્યારે પર્વત પર પોલીસનો ખડેપગે બંદોબસ્ત તૈનાત છે. હું બે વર્ષથી આ પરિક્રમા કરું છું ​મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામના યાત્રાળુ રામાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ,અમે ગોરખનાથ મંદિર અને અંબાજી માતાના મંદિર સહિતની તમામ પરિક્રમા સંપૂર્ણપણે પૂરી કરી છે અને હું બે વર્ષથી પરિક્રમા કરું છું. યુવાનોને મારો સંદેશ છે કે દરેકે આ રીતે દર્શન કરવા જોઈએ. આટલું ચાલીને આવ્યા હોવા છતાં અમને કોઈ થાક કે તકલીફ નથી અને અમે બિન્દાસ છીએ. દર્શન કરીને ખૂબ મજા અને મોજ આવી છે, લોકો ખુશાલીથી દર્શન કરી રહ્યા છે અને સુવિધા-વ્યવસ્થા પણ બધી ખૂબ સુંદર છે. ​બંને જગ્યાની પરિક્રમા કરીને ખૂબ સારું લાગ્યું છે મહારાષ્ટ્રના બદલાપુરથી આવેલા યાત્રાળુ પ્રિયાબેને જણાવ્યું હતું કે, અમારી પરિક્રમા પરમ દિવસે થઈ અને અમને ખૂબ સારું લાગ્યું તથા મનની તમામ મુરાદ પૂરી થઈ છે તેમજ દત્ત શિખર પણ પૂર્ણ કર્યું છે. અમે સવારે 9 વાગ્યે નીકળ્યા હતા અને અત્યારે 2:30 વાગ્યે અંબા માતાજી પાસે પહોંચ્યા છીએ. ગઈકાલે પરિક્રમા કરીને ખૂબ થાકી ગયા હોવાથી અહીં આવવાનું નક્કી ન હતું, પરંતુ મહારાજે બોલાવી લીધા અને સાંજ સુધીમાં તબિયત સારી થઈ જતાં સવારે જવાનું નક્કી કર્યું અને પરિક્રમા તથા દત્ત શિખર પૂર્ણ થયું. બંને જગ્યાની પરિક્રમા કરીને ખૂબ સારું લાગ્યું છે, હું બે વર્ષ પહેલાં પણ આવી હતી; દત્ત મહારાજની ખૂબ મહેરબાની છે અને તેમણે મારી બધી મુરાદ પૂરી કરી છે. ટ્રાફિકમાં અંબાજીથી ગુરુ દત્તાત્રેય સુધી સિંગલ લાઈન વ્યવસ્થા રાખવામાં આવી ​બોટાદથી બંદોબસ્તમાં આવેલા પી.આઈ. આર.વી. સોલંકીએ જણાવ્યું હતું કે, "ગિરનાર લીલી પરિક્રમા માટે આઈ.જી. ચુડાસમા, એસ.પી. સાહેબ અને DYSP તરફથી પોલીસની એવી સ્કીમ અને પોઈન્ટ બનાવવામાં આવ્યા છે કે, ગિરનાર જંગલમાં જ્યાં પણ જશો ત્યાં ડગલે ને પગલે પોલીસ જોવા મળશે, જેથી દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે. કોઈ બીમાર થાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી જાય અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો પોલીસના માણસો તાત્કાલિક પહોંચી જાય છે તેમજ ટ્રાફિકમાં અંબાજીથી ગુરુ દત્તાત્રેય સુધી સિંગલ લાઈન વ્યવસ્થા રાખવામાં આવી છે. જેથી, પબ્લિકને કોઈ નુકસાન ન થાય. સવારે 7 વાગ્યાથી લાઈન હતી અને હજુ થોડી ઘણી લાઈન છે જે લગભગ ચાર વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ ટ્રાફિક થોડું ઓછું થશે. સવારથી અત્યાર સુધીમાં લગભગ 50,000 થી ઉપર લોકો દર્શન કરીને ગયા છે અને હજુ પણ દર્શન સતત ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં નાના ભાઈએ પથ્થરના ઘા મારી મોટા ભાઈની હત્યા કરી:એક છત નીચે સંયુક્ત પરિવારમાં લોહિયાળ કંકાસ, પરિવાર પર આભ તૂટી પડ્યું
    Next Article
    નારીચોકડી પાસેથી હોટલ સંચાલકનું અપહરણ, ₹5 લાખની ખંડણી માંગી:રેતીની લીઝના હિસાબની અદાવતમાં વેપારીને ગોંધી રાખ્યો, ઢીકાપાટુનો માર માર્યો; હોટલમાં તોડફોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment