Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં નાના ભાઈએ પથ્થરના ઘા મારી મોટા ભાઈની હત્યા કરી:એક છત નીચે સંયુક્ત પરિવારમાં લોહિયાળ કંકાસ, પરિવાર પર આભ તૂટી પડ્યું

    8 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ઘરકંકાસની કરુણ ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન નજીક ઝૂંપડામાં રહેતા દેવીપૂજક પરિવારના બે સગા ભાઈઓ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં નાના ભાઈએ મોટા ભાઈની પથ્થરના ઘા મારી હત્યા કરી નાખી હતી. સાંજે આશરે 7 વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં 43 વર્ષીય સુરેશ મનજી સોલંકીનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બંને ભાઈઓ પરણિત હતા અને સંયુક્ત પરિવારમાં રહેતા હતા મૃતક સુરેશ સોલંકીનાં બહેન ચંદ્રિકાબેને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઘટનાની વિગતો આપી હતી. તેમના જણાવ્યા મુજબ, સુરેશ સોલંકી અને તેમના નાના ભાઈ ભોલા મનજી સોલંકી બંને પરણિત હતા અને પરિવારના અન્ય સભ્યો સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. સાંજે સાત વાગ્યાના અરસામાં બંને ભાઈઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વિવાદ ઉગ્ર બનતાં ભોલા સોલંકીએ મોટા ભાઈ સુરેશ પર પથ્થરના આડેધડ ઘા ઝીંક્યા હતા. ગંભીર ઇજાઓને કારણે સુરેશ સોલંકીનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી નાના ભાઈને રાઉન્ડ અપ કર્યો ઘટનાની જાણ થતાં વેરાવળ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ, મોટા ભાઈની હત્યાના આરોપસર નાના ભાઈ ભોલા મનજી સોલંકીને પોલીસે રાઉન્ડ અપ કર્યો હતો. પોલીસે ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ બંને ભાઈઓ વચ્ચે કઈ બાબતે બોલાચાલી થઈ હતી અને વિવાદે આટલું ગંભીર સ્વરૂપ કેમ ધારણ કર્યું તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સંયુક્ત પરિવારમાં સાથે રહેતા બે સગા ભાઈઓ વચ્ચેના વિવાદનો અંત હત્યામાં આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે વેરાવળ પંથકમાં અરેરાટી ફેલાઈ છે.
    Click here to Read More
    Previous Article
    Trump Claims China Could Have Paid Nvidia CEO Jensen Huang To 'Flip Sides'
    Next Article
    પરિક્રમા પૂર્ણ કરી ગિરનાર પર્વત પર ઉમટી યાત્રાળુઓની ભારે ભીડ:ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી યાત્રાળુઓ પર્વત પર પહોંચ્યા, સીડીઓ પર ઉમટી ભારે ભીડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment